જૂનાગઢ પોલીસ દ્વારા દુકાનો ખાતે કોરોના તકેદારી વર્તુળો બનાવાયા

  • October 28, 2020 11:34 AM 

જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ સ્ટાફના ધ્યાન ઉપર આવેલ કે, આવશ્યક ચીજ વસ્તુ લેવા આવતા લોકો મેડિકલ તથા કરિયાણાની દુકાનો ઉપર ૨૫ થી ૩૦ ના ટોળામાં એકત્રિત થતા હોય, કોરોના વાયરસનો ચેપ લાગવાની પુરી શક્યતાઓ છે. જેથી આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી કરવા આવતા લોકો વચ્ચે એક મીટર જેટલું અંતર રાખવામાં આવે તે પણ જરૂરી છે. આ માટે પણ જિલ્લા પોલીસ વડા શહેરના જુદા જુદા ડિવિઝનના થાણા અમલદાર તથા ટ્રાફિક પીએસઆઇ અરવિંદસિંહ ઝાલા તથા સ્ટાફ દ્વારા આવશ્યક ચીજ વસ્તુની મેડિકલ તથા કરિયાણાની દુકાનો ઉપર દુકાનોની સામે એક એક મીટર જેટલા અંતરો ઉપર સર્કલ બનાવી, ખરીદી કરવા આવતા લોકો આ સર્કલમાં ઉભા રહી, વારા ફરતી ચીજ વસ્તુઓ ની ખરીદી કરવામાં આવે તેવી વ્યવસ્થા દરેક દુકાનો ઉપર કરવામાં આવી હતી. આ માટે બંદીબસ્ત માં રહેલ પોલીસ દ્વારા એક પેઈન્ટર તથા  સફેદ કલર સાથે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનોની સામે સર્કલ બનાવવામાં આવેલ હતા. જેનાથી દુકાનો ઉપર ખરીદી કરવા માટે આવતા લોકો ગ્રાહકો વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે છે.જૂનાગઢ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવતર પ્રયોગ નો આવશ્યક ચીજ વસ્તુ વહેંચતા દરેક કરીયાણા ના વેપારી તથા મેડિકલ સ્ટોરના વેપારીઓએ આવકારેલ અને વેપારીઓ જાતે પણ આ પ્રકારના સર્કલ કરવા લાગેલ હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS