કોરોના વાયરસ: ભારતમાં અત્યાર સુધીમાં 29 કેસ, 3ની સારવાર સફળ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ વિશ્વના 70 દેશોમાં પગપેસારો કરી ચુક્યો છે અને હવે તે ભારતમાં પણ તેની અસર બતાવવા લાગ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 29 કેસ નોંધાયા છે જેમાંથી ત્રણની સારવાર સફળ રીતે કરવામાં આવી છે. જો કે હજુ પણ કોરોનાના 26 કેસ પોઝિટિવ છે. જેના કારણે ભારતમાં સતર્કતા વધી છે. ભારત સરકાર દ્વારા દિલ્હી સહિત અન્ય મોટા શહેરોમાં એક લેબની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એરપોર્ટ પર ચેકિંગ સઘન બન્યું છે.  

 

સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર દિલ્હી સરકારે આશરે 25 જેટલી હોસ્પિટલોને એલર્ટ પર રાખી છે. કોરોના વાયરસથી પીડિત લોકો માટે 250થી વધુ બેડ સિક્યોર  રાખવામાં આવ્યા છે. દિલ્હી સરકારે પણ કોરોના વાયરસનો સામનો કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS