દેશમાં કોરોનાના દર્દીઓ સંખ્યા 31 થઈ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે કોરોના વાયરસથી પીડિત એવા ઇટલીના પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 31 થઈ ગઈ છે. જયપુરમાં પ્રાથમિક ટેસ્ટમાં તેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા ત્યારબાદ તેના સેમ્પલ પૂના મોકલાયા હતા. આ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 


 
આ અગાઉ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. ગાઝિયાબાદમાં રહેલા તેહરાનથી ભારત આવેલા 57 વર્ષીય એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારજનોને પણ અંડર ઓબઝવેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS