સાઉથ આફ્રિકા-ઈન્ડિયાની મેચ અંગે BCCIએ કરી મહત્વની જાહેરાત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસની અસર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. તેવામાં તેની અસર હવે ભારતીય ક્રિકેટ પર પણ જોવા મળી છે. કોરોના વાયરસનું જોખમ દેશ પર તોળાઈ રહ્યું છે તેવામાં BCCIએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર સીરીઝ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. આ સીરીઝની બે મેચ 15 અને 18 માર્ચે  રમાશે. જે મેચનું આયોજન ખાલી સ્ટેડિયમમાં કરવામાં આવશે.

 

સાઉથ આફ્રિકાની ત્રણ વન-ડે મેચની સીરીઝની બાકી બચેલી બંને મેચોને લઈને BCCIએ કહ્યું હતું કે સરકારે જે એડવાઈઝરી જાહેર કરી છે તે અનુસાર મેચનું આયોજન કરવામાં આવશે.  જેથી હવે બીજી વન-ડે જે લખનઉમાં રમાશે અને ત્રીજી વન ડે જે કોલકતામાં રમાવાની છે તે ખાલી સ્ટેડિયમમાં રમાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS