કોરોના વાયરસ વિશે જાણઓ A to Z માહિતી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં પણ હવે કોરોના વાયરસના 6 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. તેવામાં આરોગ્ય વિભાગ અને સ્વાસ્થ્ય નિષ્ણાંતો લોકોને ગભરાઈ ન જવાનું અને કેટલીક સામાન્ય સાવચેતી રાખવાનું જણાવી રહ્યા છે. આ સાવચેતીના ભાગરુપે નિષ્ણાંતોએ એમ પણ જણાવ્યું છે કે કોરોના વાયરસ છે શું અને તે કેવી રીતે ફેલાય છે. તો ચાલો તમને પણ જણાવીએ કે આ વાયરસ અંગે WHOના નિષ્ણાંતો શું જણાવે છે. 

 

હાલ એ સ્પષ્ટ થયું નથી કે કોરોના વાયરસ કયા વાતાવરણમાં વધુ ફેલાય છે. પરંતુ તે શરદી ઉધરસથી ફેલાઈ છે તેથી અનુમાન છે કે ગરમીમાં તે ફેલાતો બંધ થશે. આ દિશામાં હાલ સંશોધન ચાલી રહ્યા છે.  


 
આ વાયરસનું સૌથી પહેલું લક્ષણ શરદી છે. મોટાભાગના લોકો શરદીને ગંભીરતાથી લેતા નથી એટલે જ આ રોગ જીવલેણ સાબિત થાય તે સ્ટેજ સુધી પહોંચી જાય છે. તેથી જ્યારે પણ શરદી જણાય તો ડોક્ટરની સલાહ લઈ દવા લેવી જોઈએ. વાયરસની સારવાર સમયસર અને પહેલા જ શરુ કરી દેવામાં આવે તો તેનાથી બચી પણ શકાય છે. અનેક દર્દીઓ એવા છે જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોય પરંતુ સારવાર બાદ તે સ્વસ્થ્ય થયા છે. 

 

આ વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ છીંક અને ઉધરસ છે. કોરોનાના દર્દી છીંક ખાધા બાદ કોઈ વસ્તુ કે વ્યક્તિને સ્પર્શે તો તેના પર 48 કલાક વાયરસ એક્ટિવ રહે છે. તેથી છીંક ખાતી વખતે કે ઉધરસ ખાતી વખતે મોં પર માસ્ક રાખવું અથવા રુમાલ રાખવો. આ ઉપરાંત બહારથી આવો ત્યારે સૌથી પહેલા હાથ સાબુથી સાફ કરવા અને સેનીટાઈઝરનો ઉપયોગ પણ કરવો. કારણ કે કોરોના વાયરસના એક્ટિવ જર્મ્સ 20 સેકન્ડ સાબુથી હાથ ધોવાથી અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવાથી નાશ પામે છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS