કોરોના વાયરસથી પ્રવાસન ઉદ્યોગને ફટકો,  લોકો કેન્સલ કરી રહ્યા છે બુકીંગ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના કારણે શેર માર્કેટ પર જ નહીં પરંતુ પ્રવાસન પર પણ માર પડી રહ્યો છે. કોરોના વાયરસના વધેલા ભયના કારણે ભારતમાં ટૂર બુકિંગ રદ થઈ રહ્યા છે. સામાન્ય રીતે વેકેશનનો સમય શરુ થતાં લોકો ફરવા જવાનું પ્લાન કરે છે અને તેના માટે ટૂર બુકીંગ એટવાન્સમાં શરુ થાય છે પરંતુ આ વખતે અન્ય દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે ટૂર બુકીંગ પર અસર થઈ છે. 

 

કોરોના વાયરસના કારણે દુબઈ, સિંગાપોર, યુરોપ, હોંગકોંગ સહિતના દેશમાં થતા ટૂર રદ્દ થઈ રહ્યા છે. સામાન્ય રીતે લોકો માર્ચ માસથી બુકીંગ કરાવતા હોય છે પરંતુ આ વર્ષે લોકો નવું બુકીંગ કરવાનું તો દૂરની વાત છે પહેલાથી બુક કરેલી ટ્રીપ પણ રદ્દ કરી રહ્યા છે. આ કારણે ટ્રાવેલ ઉદ્યોગને 200થી 300 કરોડનું નુકસાન થયું છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS