કોરોનાના કારણે દેશમાં 6 લોકોના મોત, મુંબઈના 64 વર્ષીય વૃદ્ધ, પટનામાં 38 વર્ષના યુવકએ ગુમાવ્યો જીવ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસના કારણે થયું હોય તેવું આ પાંચમું મોત છે. મુંબઈમાં 64 વર્ષના એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. તેમની સારવાર ચાલી રહી હતી. કોરોના પહેલા તે ડાયાબિટીસ, હાઈ બીપી અને હૃદયરોગથી પણ પીડિત હતા. કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં બીજા વ્યક્તિનું મોત થયું છે જ્યારે અહીં વધુ 10 નવા કેસ નોંધાતા મહારાષ્ટ્ર સરકાર હાઈ એલર્ટ પર છે. આ સાથે જ પટનામાં એક 38 વર્ષીય યુવાનનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. આ યુવક કતારથી ભારત આવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS