ભારતમાં કોરોનાના 112 કેસ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં શાળા, કોલેજો બંધ, મોલ બંધ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશના 14 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 112 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકાર તરફ સાવચેતી રાખવામાં આવી રહી છે. તકેદારીના ભાગરુપે ગુજરાત સહિત 22થી વધુ  રાજ્યોમાં સરકારએ સિનેમા હોલ, મોલ, સ્વિમિંગ પુલ જેવી જાહેર જગ્યાઓ ઉપરાંત શાળા અને કોલેજો બંધ કરી દીધી છે. 

 

 

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના નિવારણ માટે સાર્ક દેશોની સાથે મળીને એક એક્શન પ્લાન બનાવ્યો. વિશ્વમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 6000 થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે હાલ ભારતમાં મૃત્યુઆંક બે છે.
  

 

ગુજરાત સહિત કેટલાક રાજ્યોએ કોરોનાને મહામારી જાહેર કરાયો છે. જેને પગલે 22 રાજ્યોમાં સ્કૂલ કોલેજો બંધ છે અને 19 રાજ્યોમાં સિનેમા હોલ બંધ કરાયા છે. આ ઉપરાંત બસ, મેટ્રો અને ટ્રેનને સેનિટાઇઝ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ ટ્રેનોના એસી કોચમાં ધાબળો ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કરતારપુર કોરિડોર બંધ કરી દેવામાં આવ્યો છે અને 31 માર્ચ સુધી ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS