શરીરમાં 5 દિવસમાં જોવા મળે આ 3 ફેરફાર તો સૌથી પહેલા કરાવો કોરોના ટેસ્ટ   

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
કોરોના વાયરસ આગ કરતાં વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે.  દુનિયાભરમાં અત્યાર સુધી દોઢ લાખથી વધારે લોકો કોરોના શિકાર થઈ ચુક્યા છે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ જણાવ્યું છે કે લોકોએ ક્યારે કોરોના માટે ટેસ્ટ કરાવવો જોઈએ. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોઈપણ વ્યક્તિને 5 દિવસમાં  શરીરમાં 3 ફેરફાર જણાય તો તેમે કોરોના માટે ટેસ્ટ કરવો જરૂરી છે.   
 

 

અમેરિકાના શોધકર્તાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસની ચપેટમાં આવ્યા બાદ સૌથી પહેલા 5 દિવસોમાં વ્યક્તિને સુકી ઉધરસ આવવાનું શરૂ થાય છે. કોરોનામાં બીજું લક્ષણ છે કે દર્દીને ખૂબ જ તાવ આવવા લાગે છે અને અચાનક શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. ત્રીજું લક્ષણ છે કે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. તેનું કરાણ હોય છે ફેફસા સુધી પહોંચેલો વાયરસ. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના લક્ષણ સામાન્ય શરદી, ફ્લૂ, જેવા અને નિમોનિયાથી ખૂબ મળતા આવે છે. પરંતુ આ તકલીફોમાં થોડા દિવસમાં રિકવરી આવે છે. જ્યારે કોરોના હોય તો વ્યક્તિની હાલત ખરાબ થતી રહી છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS