15 માર્ચ પછી કોરોના વાયરસએ પકડી સ્પીડ 13 દિવસમાં નોંધાયા 900થી વધુ કેસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધી 24 લોકોનાા મોત નીપજ્યાં છે. કોરોનાની સૌથી વધુ અસર  મહારાષ્ટ્ર અને કેરળમાં જોવા મળી છે. કોરોનાના કેસમાં ઝડપથી વધારો 15 માર્ચ પછી જોવા મળ્યો છે. 

 

15 માર્ચ સુધીમાં દેશમાં 100 જેટલા કેસ હતા. પરંતુ આ પછી કોરોનાએ ઝડપ પકડી અને તેનો ગ્રાફ સતત વધતો રહ્યો છે. સરકારએ પણ કોરોનાની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને એક દિવસ જાહેર કર્ફ્યુ માટે અપીલ કરી હતી. 

 

ત્યારબાદ પીએમ મોદીએ 24 માર્ચના રોજ સમગ્ર દેશમાં 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી.  પરંતુ ચિંતાની વાત એ છે કે લોકડાઉન દરમિયાન પણ કોરોના દર્દીઓની સંખ્યા  ઝડપથી વધી રહી છે. 15 માર્ચ સુધીમાં કોરોના દર્દીઓનો આંકડો 100ની આસપાસ હતો. પરંતુ ત્યારપછીના માાત્ર 13 દિવસમાં સંખ્યા 1000ની પાર પહોંચી ગઈ છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS