કોરોના ભય વચ્ચે માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનો વધ્યો ભાવ 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 29 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. જો કે કોરોનાને લઈ વિશ્વના અન્ય દેશમાં જે સ્થિતિ છે તેને જોયા બાદ દેશમાં જાગૃતતા વધી છે. સરકારથી લઈને સામાન્ય માણસ સુધીની દરેક સાવચેતી રાખી રહ્યા છે. લોકો કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે આ વધતી માંગના કારણે  દિલ્હીમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની અછત સર્જાવા લાગી છે અને ભાવમાં પણ વધારો નોંધાયો છે. 

 

દિલ્હીના મેડિકલ સ્ટોર્સમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર ખરીદનારા લોકોની ભીડ વધી રહી છે. જેના કારણે  ઘણા મેડિકલ સ્ટોર્સમાં પણ તેની અછત સર્જાઈ છે.  દિલ્હીમાં 150 રૂપિયામાં મળી જતાં માસ્ક અથવા સેનિટાઇઝર હવે 250 રૂપિયામાં મળે છે. નિષ્ણાંતો હાલની સ્થિતિમાં વારંવાર હાથ ધોવા અને સાફ રાખવાની સલાહ આપી રહ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS