કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે આ વાતોનું રાખો ખાસ ધ્યાન 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ ચોક્કસથી ગંભીર રોગ છે. પરંતુ તેનાથી બચી શકાય છે. કોરોનાથી બચવા માટે સરકાર તો સાવધાની રાખી રહી છે. પરંતુ તેની સાથે લોકોએ પણ હાલની સ્થિતિમાં થોડી સાવધાની રાખવી જરુરી છે. 

 

કોરોના વાયરસથી બચવાની સૌથી સરળ રીત છે કે તમે થોડી થોડી વારે હાથને સાબુથી ધોતા રહો. જ્યારે પણ બહારથી આવો કે બહાર જાઓ ત્યારે કોઈપણ વસ્તુને સ્પર્શ કરવાનું ટાળો. જો સ્પર્શ કરો તો ત્યારપછી ચહેરા, નાક અથવા મોં પર હાથ ન લગાવો.  શક્ય હોય ત્યાં સુધી લોકોનો સીધો સંપર્ક ટાળો. આ સિવાય નીચે દર્શાવેલી વાતો પણ ખાસ યાદ રાખવી.

 


- બહારની કોઈપણ વસ્તુને હાથ લગાવ્યા બાદ 20 સેકન્ડ સુધી હાથને સારી રીતે સાફ કરવા.

- શરદી-ખાંસીથી પીડિત વ્યક્તથી આશરે 6 ફૂટનું અંતર રાખો. 

-  શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહો અને તબીયત નાદુરસ્ત જણાય તો ડોક્ટરની સલાહ લેવી.

- વધારે ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળો.  

- છીંક આવે કે ઉધરસ આવે તો મોં પર રુમાલ રાખો.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS