દુનિયાના સૌથી ઊંચા માઉંટ એવરેસ્ટ પર પણ પહોંચ્યો કોરોના, એક વ્યક્તિ સંક્રમિત

  • April 24, 2021 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસનું વધતું સંક્રમણ હવે દરેક જગ્યાએ પહોંચી ચુક્યું છે. દુનિયાના સૌથી ઊંચા માઉંટ એવરેસ્ટ પર પણ એક વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો છે. 

 

 

આ અંગે મળતી જાણકારી અનુસાર માઉંટ એવરેસ્ટના બેસ કેમ્પમાં એક ટ્રેકર કોરોનાથી સંક્રમિત થયો છે. કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા બાદ તેને હેલિકોપ્ટરથી કાઠમાંડૂની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. 

 

 

એરલેંડ નેસ નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે આ અંગે જણાવ્યું હતું કે તેનો રિપોર્ટ 15 એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેની સારવાર શરુ થઈ અને હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે તે નેપાળમાં એક સ્થાનિક પરિવાર સાથે રહે છે. 

 

 

આ મામલે એક ગાઈડે ચિંતા પણ વ્યક્ત કરી છે કે જો સમયસર અહીં કોઈ પગલા લેવામાં ન આવ્યા અને તપાસ કરવામાં ન આવી તો બેઝ કેમ્પના અન્ય પર્વતારોહી, ગાઈડ, સહાયક અને અન્ય લોકોમાં સંક્રમણ ફેલાઈ શકે છે. બેઝ કેમ્પમાં મોટા પ્રમામણમાં ટેસ્ટ કરવા જરૂરી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS