આ લક્ષણો જોવા મળે તો સમજો તમારા પર થયો કોરોનાનો એટેક

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના કારણે ચીનમાં 700થી વધુ લોકોના મોત થયા છે જ્યારે હજુ પણ હજારો લોકો તેની સારવાર લઈ રહ્યા છે. ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા આ વાયરસના કેટલાક લક્ષણો છે જેને ઓળખી સારવાર શરુ કરી દેવાથી તેનાથી બચી શકાય છે. 

 

નબળી રોગ પ્રતિકારક શક્તિ હોય તેને આ વાયરસની અસર ઝડપથી થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સોશિયલ મીડિયા પર કોરોના વાયરસ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ શેર કર્યા છે. 

 

આ વાયરસ સંક્રમતિ વ્યક્તિના સંપર્કમાં આવનારમાં ઝડપથી પ્રસરે છે. આ વાયરસ ઉધરસ, શરદી વડે ફેલાય છે. આ વાયરસના દર્દીમાં નિમોનિયાના લક્ષણ જોવા મળે છે. આ દર્દીના ફેંફસામાં પાણી ભરાય જાય છે. 

 

કોરોનાથી બચવા માટે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. સફાઈનું વિશેષ ધ્યાન રાખવું અને શરદી ઉધરસ થાય તો સાથે ટિશ્યૂ રાખવા અને કચરો કવર્ડ ડસ્ટબિનમાં જ ફેંકવો. વારંવાર સાબુથી હાથ ધોવા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS