હવે એક ડોઝથી જ કોરોના દૂર ભાગશે ! સ્પુતનિક લાઇટને મળી દેશમાં ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી

  • September 15, 2021 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં ચાલી રહેલ રસીકરણ અભ્યાન અંગે સારા સમાચાર આવી રહ્યા છે. રશિયન રસી સ્પુતનિક લાઇટને ભારતમાં ત્રીજા તબક્કાના બ્રિજિંગ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલએ ભારતીય વસ્તી પર રસીના પરીક્ષણને લીલી ઝંડી આપી છે. DCGIની નિષ્ણાત સમિતિએ તાજેતરમાં સ્પુતનિક લાઈટના ટ્રાયલની ભલામણ કરી હતી. સ્પુતનિક લાઇટ સિંગલ ડોઝ રસી છે.

 

DCGIએ ભારતીયો પર સ્પુતનિક લાઇટના ફેઝ -3 બ્રિજિંગ ટ્રાયલની મંજૂરી આપી છે. અગાઉ જુલાઈમાં, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની નિષ્ણાત સમિતિએ સ્પુટનિક લાઇટને કટોકટીના ઉપયોગની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. CDSCOએ રશિયન રસીની સ્થાનિક પરીક્ષણને જરૂરી ગણાવ્યું હતું.

 

સમિતિને રિસર્ચમાં જાણવા મળ્યું કે, 'સ્પુતનિક લાઇટ સ્પુતનિક Vના ઘટક -1 ડેટા સમાન છે. આ ઉપરાંત, ભારતીય વસ્તીમાં તેની સલામતી અને રોગપ્રતિકારક શક્તિનો ડેટા પરીક્ષણમાં પહેલેથી જ મેળવી લેવામાં આવ્યો હતો. રેડ્ડિજ લેબોરેટરીએ ગયા વર્ષે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે ભારતમાં સ્પુતનિક વીના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે કરાર કર્યો હતો. સ્પુતનિક લાઈટે કોવિડ -19 સામે 78.6 થી 83.7 ટકાની અસરકારકતા દર્શાવી છે. આ રસીનો અભ્યાસ અર્જેન્ટીનામાં ઓછામાં ઓછા 40 હજાર વૃદ્ધ લોકો પર કરવામાં આવ્યો હતો.

 

સ્પુતનિક લાઇટને ગુણવત્તા અને સલામતી તપાસ માટે કસૌલી સ્થિત સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. સૂત્રોએ માહિતી આપી કે, પેનેશિયા બાયોટેક દ્વારા તૈયાર કરાયેલ રસીને તપાસ માટે મોકલવામાં આવી છે. આ અગાઉ રશિયન રસી સ્પુતનિક Vને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS