કોરોના વાયરસ માટે શાળામાં શરુ થયા 'કરો...ના' ના સ્પેશિયલ ક્લાસ 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વારાણસીમાં કોરોના વાયરસ વિશે જાગૃતિ ફેલાવવા એક શાળાએ અનોખી પહેલ કરી છે. વારાણસીની એક ખાનગી શાળામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે એક યાદી બનાવવામાં આવી છે. આ યાદીનું નામ 'કરો...ના' છે. આ યાદીમાં બાળકોને કોરોના વાયરસથી બચાવવા માટે શું કરવું જરૂરી છે તેની તમામ માહિતી આપવામાં આવી છે.

 

શાળામાં વિદ્યાર્થીઓ માટે 'કરો...ના' ક્લાસ પણ શરૂ કર્યા છે. આ ક્લાસમાં કોરોના વાયરસ વિશેની તમામ માહિતી આપવામાં આવી રહી છે. શાળાએ તૈયાર કરેલી યાદીમાં બાળકોને હાથ મિલાવવા નહીં, એકબીજાને ગળે લગાડવા નહીં, પોતાનું ટિફિન અને પાણી અન્યને આપવા નહીં.. જેવી જાણકારી આપવામાં આવી છે.  આ ઉપરાંત બાળકોને વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. જો તબીયત ખરાબ લાગે તો તરત જ શિક્ષક અથવા માતાપિતાને જાણ કરવી જેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS