કોરોના વાયરસ : ભારત આવતા વિદેશીઓના વિઝા રદ્દ, ભારતીયોને પણ વિદેશ ન જવા સૂચના

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
ભારતમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના 60 પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશના 11 રાજ્યોમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાં કેરળમાં સૌથી વધુ કોરોના પીડિત દર્દીઓ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો છે. જેના પગલે ભારત આવતા વિદેશી યાત્રીઓના વિઝા 15 એપ્રિલ સુધી કેન્સલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીયોને પણ વિદેશ યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે.   
 


ભારત તરફથી સુરક્ષાના ભાગરુપે  15 એપ્રિલ સુધીના તમામ ટૂરિસ્ટ વિઝા સ્થગિત કરવામાં આવ્યા છે. આ અંગે આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનને એક બેઠક યોજી હતી જ્યાર બાદ આ જાહેરાત કરવામાં આવી છે. વિઝા સ્થગિત કરવાનો નિયમ 13 માર્ચ 2020ના બપોરે 12 વાગ્યાથી અમલી થશે.   

 

સરકાર તરફથી ભારતીય નાગરિકોને કડક સુચના પણ આપવામાં આવી છે કે તેઓ બિનજરૂરી વિદેશ યાત્રા ન કરે. ખાસ કરીને ચીન, જાપાન, કોરીયા, ઈરાન, ઈટલી જવાની ના કહેવામાં આવી છે. જો તેઓ કોઈ મુસાફરી કરશે તો ભારત પરત આવવા પર તેમને 14 દિવસ અંડર ઓબઝરવેશન રાખવામાં આવશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS