કોરોના વાયરસ હવે આપણી વચ્ચે રહેશે જ, દર વર્ષે કોરોના વિરોધી રસી લેવી પડશે ICMRની ચેતવણી

  • July 10, 2021 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાવાયરસ મહામારી ચાલી જ રહી છે અને તેની વચ્ચે દેશના નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે હવે દેશવાસીઓએ દર વર્ષે કોરોનાવાયરસ વિરોધી રસી લેવી પડશે કારણ કે આ વાઇરસ હવે આપણી સાથે સામાન્ય ફલુની જેમ રહેશે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.

 

ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ ના નિષ્ણાંતો દ્વારા આ મુજબની ચેતવણી જારી કરવામાં આવી છે. ફક્ત એકવાર કોરોનાવાયરસ વિરોધી રસી લઇ લેવાથી નહીં ચાલે પરંતુ હવે લોકોએ દર વર્ષે રસી લેવી પડશે. અત્યારે તેને પેનડેમિક કહેવામાં આવે છે પરંતુ હળવે હળવે તે એનડેમિક સ્ટેજ પર પહોંચી જશે.

 

નિષ્ણાંતોએ કહ્યું છે કે ઉપરોક્ત સ્ટેજ પર આવી જવાનો અર્થ એવો થાય છે કે હવે માનવ વસ્તી સાથે વાયરસ હંમેશા રહેશે અને તેના સ્વરૂપમાં ફેરફાર થવું તે એક સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે જ હોય છે અને વાઈરસ પોતાના સ્વરૂપ બદલે જ છે માટે ગભરાઈ જવાની કોઈ જરૂરિયાત નથી.

 

વાયુમંડળમાંથી કોઈપણ વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ ન થઈ શકે અને સામાન્ય સ્થિતિમાં તે હાજર રહે તેને એનડેમિક કહેવામાં આવે છે અને કોરોનાવાયરસ તે જ આવી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે માટે દર વર્ષે લોકોએ સાવચેતી રાખવી પડશે અને કોરોનાવાયરસ વિરોધી રસી લેવાની રહેશે.

 

અત્યારે સામાન્ય ફલૂ તેને કહેવામાં આવે છે તે ૧૦૦ વર્ષ પહેલા મોટી મહામારી તરીકે લોકોમાં ફેલાઇ ગઇ હતી અને ત્યારબાદ તે કાયમ રહી હતી અને લાંબા સમય બાદ તેના સ્વરૃપમાં હળવાશ આવી ગઈ હતી અને કોરોનાવાયરસ સાથે પણ આવું જ થવાનું છે અને તે સામાન્ય સ્વરૂપમાં આપણી સાથે રહેશે.

 

નિષ્ણાંતોએ એમ પણ કહ્યું છે કે જેમ જેમ કોરોનાવાયરસ પોતાનું સ્વરૂપ બદલાતું રહેશે તેમ કોરોનાવાયરસ વિરોધી રસી માં પણ ફેરફાર કરતા રહેવું પડશે. લોકોએ હવે સંપૂર્ણ સાવચેતી સાથે તેની સાથે જ જીવવાનું છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021