સિ઼ડનીથી આવેલા યુવકએ કરી આત્મહત્યા, કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલા જ હોસ્પિટલના સાતમા માળેથી કુદી ગયો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

એક તરફ દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. તેવામાં લોકોના મનમાં પણ તેનો ડર વધી રહ્યો છે. આ ડરના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરવા જેવું પગલું ભર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવકએ હોસ્પિટલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ વ્યક્તિ સિડનીથી પરત ફર્યો હતો અને તેને વાયરસના લક્ષણો જણાતા તે હોસ્ટિપલમાં ટેસ્ટ માટે પહોંચ્યો હતો. 

 

આ યુવકની ઓળખ ચરણજીત સિંહ તરીકે થઈ છે. તે બુધવારે જ સિડનીથી એરઈન્ડિયાની ફ્લાઈટ લઈ ભારત પહોંચ્યો હતો. જો કે એરપોર્ટ પર તેને તબીયત ખરાબ હોવાનું જાણવા મળતા તેને કોરોના વાયરસનો શંકાસ્પદ માનીને એરપોર્ટથી સીધો હોસ્પિટલ ટેસ્ટ માટે આઈસોલેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ વ્યક્તિનો રિપોર્ટ આવે તે પહેલા જ તેણે આત્મહત્યા કરી હતી. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS