કોરોનાનો હાહાકાર...રાજ્યનો રિકવરી રેટ ઘટીને 93.81 ટકા

  • April 05, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાપી, વલસાડ, કડી ,જામનગર, આણંદ, ખેડા મોરબી ,દાહોદ ના બજારોમા સ્વૈચ્છિક લોકડાઉન



ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 2875 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 2024 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફયર્િ છે. અત્યાર સુધીમાં કુલ 2,98,737 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  રાજ્યનો રિકવરી રેટ  પણ ઘટ્યો છે.જે 93.81 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને તાપી ,વલસાડ ,કડી ,જામનગર ,આણંદ-ખેડા, મોરબી ,દાહોદ ના વિવિધ બજારો ધરાવતા નગરો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

 


 રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 676, સુરતમાં 724, વડોદરામાં 367, રાજકોટમાં 276, જામનગરમાં 97, ભાવનગરમાં 77, ગાંધીનગરમાં 65, પાટણમાં 61, મહેસાણામાં 56, દાહોદમાં 38, પંચમહાલમાં 37, બનાસકાંઠા, ભરુચમાં 30-30, ખેડામાં 29, મોરબીમાં 27, કચ્છમાં 26, આણંદમાં 25, મહીસાગરમાં 24 સહિત કુલ 2875 કેસ નોંધાયા છે.

 


રાજયમાં અત્યાર સુધીમાં કુલ 64, 89, 441 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે અને 7,83,043 લોકોને રસીનો બીજો ડોઝ અપવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 15135 પર પહોંચી છે. જેમાંથી 163 વ્યક્તિઓની હાલત ગંભીર છે. અને 14972 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધારે 8 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 1 અને અમરેલીમાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કુલ 15,135 એક્ટિવ દર્દી છે, જે પૈકી 163 લોકો વેન્ટિલેટર પર છે અને 14,972 લોકો સ્ટેબલ છે. 2,98,737 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4566 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 14 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી, વડોદરા કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિ સહિત કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં હતા.

 



વધુ બે મંત્રીઓ કોરોના સંક્રમિત થયા
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તાજેતરમાં જ સંપન્ન થયું છે અંદાજપત્ર સત્ર દરમિયાન ધારાસભ્યો અને મંત્રીઓને કોરોના નું સંક્રમણ થયું હતું અને સત્ર પૂરું થયા પછી વધુ બે મંત્રીઓ કોરોના સંક્રમિત થયા છે જેમાં અને પયર્વિરણ મંત્રી ગણપતભાઈ વસાવા અને તેમના પત્ની નો રિપોર્ટ પોઝિટિવ આવતા યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સૌ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેશન થઈ ને ઉપચાર કરાવી રહ્યા છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોંગ્રેસના કાલાવડ ના ધારાસભ્ય પ્રવિણ મુછડીયા ને પણ પ્રાથમિક લક્ષણો જણાવતાં તેણે રિપોર્ટ કરાવ્યો હતો તે પણ પોઝિટીવ આવ્યો છે. આમ સત્ર થી શરૂ થયેલું સંક્રમણ 15થી વધુ જનપ્રતિનિધિઓ કોરોના ની લપેટમાં આવી ચૂક્યા છે. સહકાર રાજ્ય મંત્રી ઈશ્વર પટેલ, ઊર્જા મંત્રી સૌરભ પટેલ સત્ર દરમિયાન સંક્રમિત થયા હતા અને સત્ર પૂર્ણ થવાના બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા નો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હાલ યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

 


ગાંધીનગર મહાનગરપાલિકાના ઉમેદવાર મહેન્દ્ર દાસ કોરોના સંક્રમિત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂકયું છે ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10ના ભાજપ્ના ઉમેદવાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મહેન્દ્ર દાસ  કોરોનાથી સંક્રમિત થતા તેમને સારવાર માટે ગાંધીનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આ અંગેનો એક વીડિયો ક્લિપ જાહેર કરી અને તેમના સંપર્કમાં આવેલ સૌને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે. અત્રે નોંધવું જરૂરી છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં વોર્ડ ઇન્ચાર્જ અરવિંદ ઠાકોર ઉપપ્રમુખ જયમીન વૈદ્ય તેમજ અગ્રણી કાર્યકર પણ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ગાંધીનગર નજીકનુ રાયસણ ગામ  હાલતો કોરોના માટેનું હોટ સ્પોટ બની ગયું છે.

 


ગાંધીનગર મા કોરોનાનો હાહાકાર...65થીવધુ કેસ.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના હાહાકાર મચાવ્યો છે છેલ્લા 24 કલાક દરમિયાન 65થી વધુ કેસ બહાર આવ્યા છે ગાંધીનગર  ગ્રામ્યમાં 35, માણસામાં 2 કલોલમા 5 દહેગામમાં 3 કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં વધી રહેલા કોરોના ના કેસ ને ધ્યાનમાં રાખીને ત્રણ મહત્વના એન્ટ્રી પોઇન્ટ ઉપર  ટેસ્ટ માટે ના કેમ્પ ખોલવામાં આવ્યા છે જેમાં રાંધેજા ચોકડી, કોબા ચોકડી અને લેકાવાડા ખાતે આવા પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS