કોરોના વોરિયર્સ પોલીસ કર્મચારીનું સારવાર બાદ મોત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ કોરોના વોરિયર્સ પોલીસ કર્મચારીનું સારવાર બાદ મોત દેશમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. કોરોના પોઝિટિવના આંકડા સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યોછે. તેવી જ રીતે ગુજરાતમાં પણ કોરોના કહેરના કારણે રાજ્યનો આંકડો 11 હજારને પાર કરી ચુક્યો છે. મૃત્યુ આંક પણ રાજ્યમાં સતત વધી રહ્યો છે. કોરોના વાયરસ થી લોકોને બચાવવા કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવતા પોલીસ કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે.તેમાં આજે એક કોરોના વોરિયર્સ પોલીસ કર્મચારીનું કોરોના બીમારીની સારવાર બાદ મૃત્યુ થયાનું જાણવા મળેલ છે. અમદાવાદ કૃષ્ણ નગર પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ કર્મચારી કોરોના પોઝિટિવના દર્દી થયા હતા. તેમની સારવાર સતત ચાલુ હતીતે દરમિયાન આજે સવારે તેમનું મૃત્યુ થયાનું જાણવા મળેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS