મહાપાલિકાએ ટેસ્ટ વધાર્યા સુપર સ્પ્રેડર્સનો સર્વે ન કર્યો

  • April 11, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ દિવસે ન મળે તેટલા રાત્રે અને રાત્રે ન મળે તેટલા દિવસે મળવા લાગ્યા છે. કેસ વધવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે, મહાપાલિકા તંત્ર દ્વારા ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં હજુ વધુ વધારવામાં આવનાર છે. જો કે આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, ટેસ્ટ વધારવા છતાં હજુ સુધી સુપર સ્પ્રેડર્સનો સર્વે કરવામાં આવ્યો નથી કે તેમના ટેસ્ટિંગ કરવામાં આવ્યા નથી. કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે ટ્રીપલ-ટીનું સૂત્ર સરકારે જાહેર કર્યું છે જેમાં ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. ખાસ કરીને રાજકોટમાં શાકભાજીના ફેરિયાઓનો સર્વે કે ટેસ્ટિંગ કરવામાં આવતા ન હોય કોરોના વધુ પ્રસરી રહ્યો હોવાનું અનુમાન છે. અમદાવાદ, વડોદરા સુરત સહિતના અન્ય મહાનગરોમાં શાકભાજીના ફેરિયાઓને સુપર સ્પ્રેડર્સની વ્યાખ્યામાં લઈને તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે રાજકોટમાં થાય તે પણ જરી છે.

 

 

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત વર્ષમાં જ્યારે કોરોનાની પ્રથમ લહેર આવી ત્યારે શહેરમાં શાકભાજીના ફેરિયાઓનો સર્વે કરીને તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી અનેક ફેરિયાઓ પોઝિટિવ મળ્યા હતા. લોકડાઉન વખતે બધું બંધ હતું પરંતુ શાકભાજીનું વેચાણ શ હતું આથી શાકભાજીના ફેરિયાઓને શોધવા સરળ હતા. તત્કાલીન સમયે શાકભાજીના ફેરિયાઓના નિવાસસ્થાન વિસ્તારો શોધીને ત્યાં પણ ટેસ્ટ કેમ્પ કરવામાં આવ્યા હતા. જો કે હવે બીજી લહેર તીવ્ર બની છે અને કેસ વધી રહ્યા છે ત્યારે શાકભાજીના ફેરિયાઓનો સર્વે કરાતો નથી કે ટેસ્ટ પણ કરાતો નથી. શાકભાજીના ફેરિયાઓ કોરોના સ્પ્રેડર બને તે પહેલાં તેમના ટેસ્ટ થઈ જાય અથવા તો તેમના માટે અલાયદા ટેસ્ટ કેમ્પ યોજવામાં આવે તે સમયની માગ છે. તાજેતરમાં મહિલાઓમાં કોરોનાના કેસનું પ્રમાણ વધ્યું છે તેની પાછળનું એક કારણ શાકભાજીના ફેરિયાઓ પણ હોવાનું અનુમાન છે. શહેરની શાકમાર્કેટોમાં તેમજ ફેરિયાઓ પાસેથી મોટાભાગે મહિલાઓ શાકભાજીની ખરીદી કરતી હોય છે. ફેરિયાઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફરતા રહે છે અને તેઓ જે શાકભાજી વેચે છે તે શાકભાજીને પણ અનેક લોકો સ્પશ્યર્િ હોય છે. આથી તેઓ સુપર સ્પ્રેડર્સ બને તેવી શકયતાઓ અનેકગણી વધી જાય છે.

 

 

મહાપાલિકાના સર્વે મુજબ શહેરમાં શાકભાજીના ફેરિયાની સંખ્યા 4000
રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ ઝોન અને 18 વોર્ડમાં કુલ 100 હોકર્સ ઝોન કાર્યરત છે. આ 100 હોકર્સ ઝોનમાં કાર્યરત હોય તેવા વિવિધ ફેરિયા અને લારી-ગલ્લા ધારકોમાં શાકભાજીના ફેરિયાઓની કુલ સંખ્યા અંદાજે 4000 (જૂના સર્વે મુજબ) છે. લોકડાઉન બાદમાં સંખ્યામાં જબરો વધારો થયો છે. કોરોનાની પ્રથમ લહેર વખતે જ્યારે સુપર સ્પ્રેડર્સનો સર્વે કરાયો હતો ત્યારે તેમાં શાકભાજીના અનેક ફેરિયાઓ પોઝિટિવ આવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS