કોવેકિસન બન્ને વેરિયન્ટ માટે અસરકાર રસી છે

  • April 22, 2021 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈસીએમઆરનો દાવો: બ્રાઝિલ, યુકે અને સાઉથ આફ્રિકાનાં વેરિઅન્ટનો પણ નાશ કરી શકે છે: હાલનાં તેમજ ભવિષ્યનાં વાઈરસ સામે રક્ષણ આપશે

 કોરોનાનો નવો વેરિઅન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા રાહતનાં સમાચાર આપવામાં આવ્યા છે. આઈસીએમઆર એ કહ્યું છે કે કોરોનાની વેક્સિન કોવેક્સિન કોરોનાનાં ડબલ મ્યુટન્ટ તેમજ મલ્ટીપલ વેરિઅન્ટને પણ ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. તે બ્રાઝિલ, યુકે અને સાઉથ આફ્રિકાનાં વેરિઅન્ટનો નાશ કરી શકે છે. ત્રીજા ટ્રાયલ પછી તેની એફિકસી 78 ટકા હોવાનું જણાયું હતું.

 

 


કોરોનાનો ટ્રિપલ મ્યુટન્ટ હવે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ફફડાટ ફેલાવી રહ્યો છે. ત્યાં આને કારણે સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના ત્રણ અલગ અલગ સ્ટ્રેઈનમાંથી આ નવો વેરિઅન્ટ બન્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને બંગાળમાં લોકો આ ટ્રિપલ મ્યુટન્ટનાં શિકાર બની રહ્યા છે.

 

 


કોવેક્સિનની આ નવા મ્યુટન્ટ પર ટ્રાયલ લેવામાં આવી છે જેનાં સારા પરિણામ મળી રહ્યા છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં તે 78 ટકા અસરકારક પૂરવાર થઈ રહી છે. હૈદરાબાદની ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા સાથે મળીને તે બનાવવામાં આવી છે. 8 મહિના કરતા ઓછા સમયમાં તેને બનાવાઈ છે તેમ આઈસીએમઆરનાં ડિરેકટર બલરામ ભાર્ગવે જણાવ્યું છે. ત્રીજા તબક્કામાં ઔતેની 27000 લોકો પર ટ્રાયલ લેવામાં આવી હતી.

 

 


અમેરિકામાં ર્વિજનિયા યુનિવર્સિટી દ્વારા કોરોના સામે લડવા નવી વેક્સિન બનાવવામાં આવી રહી છે. જેનાં પ્રાણીઓ પર કરવામાં આવેલા પ્રયોગો સારા પરિણામો દશર્વિે છે. તે હાલનાં તેમજ ભવિષ્યમાં ઉત્પન્ન થનારા નવા વાઈરસ સામે રક્ષણ આપવાની ક્ષમતા ધરાવે છે. તેની કિંમત 1 યુએસ ડોલર નક્કી કરાશે. તેનો પિગ પર પ્રયોગ કરાયો હતો તે પ્રોસાઈન એપિડેમિક ડાયેરિયા વાઈરસ સામે પણ રક્ષણ આપી શકશે. નવી વેક્સિન આખી દુનિયા સામે યુનિવર્સલ વેક્સિન બની શકશે. તેનો સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશન સરળ છે. તેનું જથ્થાબંધ ઉત્પાદન કરી શકાશે. બીજી તરફ અમેરિકામાં જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિન લીધા પછી 8 લોકોને લોહી ગંઠાઈ જવાની ફરિયાદ થઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS