એક ડઝન રાજ્યોમાં સંક્રમણ વધ્યું છે, નિયંત્રણો લાગુ કરવા જરૂરી : ડો. ગુલેરિયા

  • August 02, 2021 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોનાના કેસની વધતી રફ્તાર ચિંતાજનક હોવાનું એઈમ્સ ના વડા ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં ઇ વેલ્યૂ ઝડપથી વધી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. તેમણે દેશનાં ૧૦થી ૧૨ રાજ્યો કે જ્યાં સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે ત્યાં તાકીદે ફરી નિયંત્રણો લાગુ પાડવા અનુરોધ કર્યો હતો. દેશમાં ત્રીજી લહેર આવી રહી છે તેવી ભીતિ વચ્ચે ગુલેરિયાએ કહ્યું કે દેશમાં ઇ વેલ્યૂ ૯૬થી શરૃ થઈને ૧ સુધી પહોંચ્યો છે. જે એવું દર્શાવે છે કે કોરોના સંક્રમિત એક વ્યક્તિ અનેક વ્યક્તિઓમાં સંક્રમણ ફેલાવી શકે છે. સંક્રમણની ચેઈન તોડવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ અપનાવવી જરૃરી છે.

 

ગુલેરિયાએ કહ્યું કે ઓરી અને અછબડામાં ૮ કે તેથી વધુ ઇ ફેક્ટર હોય છે. એટલે કે એક વ્યક્તિ વધુ ૮ લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. આવી રીતે ડેલ્ટા વાઈરસ પણ વધુ ઝડપથી લોકોમાં સંક્રમણ ફેલાવે છે. બીજી લહેરમાં આને કારણે જ આખાને આખા પરિવારો સંક્રમિત થતા હતા. જ્યારે એક વ્યક્તિ ડેલ્ટા વાઈરસથી સંક્રમિત થાય ત્યારે આખો પરિવાર અસુરક્ષિત થઈ જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS