કોરોનાનો ગ્રાફ ફરી ઉંચો : જવાબદાર કોણ ? તહેવારો કે રેલી : આજે રાજયમાં કોરોનાના વધુ 1514 કેસ નોંધાયા

  • December 06, 2020 08:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાનો વેગ થોડો ધીમો પડ્યો હોય એમ જણાય છે. દેશમાં અન્ય રાજ્યની સરખામણીએ સૌથી ઓછા કોરોનાના કેસ આજે રાજ્યમાં નોંધાયા છે. પરંતુ જ્યા કોરોનાના કેસ ઓછા થયા હતા ત્યા સરકારે રેલીઓ યોજી અને પ્રજાએ તહેવારોની મજા માણી. ત્યારે સવાલ થાય કે કોરોના ના વધતા જતા કેસ માટે કોણ જવાબદાર છે? કોના માથે દોષનો ટોપલો ઢોળીને મનને સાંત્વના આપવી? સરકાર કે પ્રજા જે કોઇને જવાબદાર માનીએ પરંતુ આ બંને બાબતોમાં મરો તો પ્રજાનો જ છે. કારણકે રાજ્યમાં કોરોનાનો ગ્રાફ નીચો આવવાની બદલે વધી રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં 12 વખત 1500 થી વધુ કોરોના દર્દીઓ સામે આવ્યા છે.   

 

જ્યારે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1514  કેસ નોંધાયા છે. 69324 કેસ એક દિવસમાં કરવામાં આવ્યા હતા.  24 કલાકમાં ગુજરાતના તમામા શહેરોમાંથી 1635 દર્દી સ્વ્સ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને 15 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 2,17,333  થયો છે.  રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 1,98,517  છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4964 પર પહોંચ્યો છે. જ્યારે રાજયમાં હાલ 14,742 એક્ટિવ કેસ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS