કોરોના કાળમાં આજથી ક્રિકેટ કાર્નિવલ: આઈપીએલના ઓપનિંગ મેચમાં રોહિત–વિરાટની ટક્કર

  • April 09, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રેક્ષકો વગર યોજાશે મેચ: સાંજે જીવતં પ્રસારણ: પ્લેઓફ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશેવૈશ્વિક કોરોના મહામારીના વધી રહેલા પ્રકોપ વચ્ચે સૌથી લોકપ્રિય ટી–૨૦ લીગ– ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનથી શ થઇ રહી છે. જેમાં ઓપનિંગ મેચમાં પાંચ વાર ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગલોરની ટીમ વચ્ચે ટકરાવ થશે.

 


આઈપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી બીજી વાર બની રહ્યું છે કે, ટૂર્નામેન્ટ પ્રશંસકો વગર યોજાશે. આ પહેલા યુએઇમાં યોજાયેલી ૧૩મી સીઝનમાં પણ પ્રશંસકોના પ્રવેશ પર પ્રતિબધં હતો. ભારતમાં આ વર્ષે ટી–૨૦ વિશ્વ કપનું આયોજન થવાનું છે એવામાં આઈપીએલ ઇવેન્ટ ટેસ્ટ ઇવેન્ટ તરીકે સાબિત થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ–બીસીસીઆઈ માટે નું સુરક્ષિત આયોજન કરાવવુ મહત્વનું છે જેનાથી આંતરરાષ્ટ્ર્રીય ક્રિકેટ પરિષદ–આઈસીસીને સમક્ષ પૂરવાર કરી શકે કે ભારત કોરોના જેવી ઘાતક મહામારીમાં પણ મોટી ટૂર્નામેન્ટ આયોજન કરવા સક્ષમ છે.

 


આઈપીએલનું આયોજન છ શહેરોમાં થશે, જેમાં ૨૦ મેચ ચેન્નાઇ અને મુંબઇમાં યારે ૧૬ મેચ અમદાવાદ અને દિલ્હીમાં થશે. બાદમાં લીગની અંતિમ ૨૦ મેચ બેંગલુ અને કલકત્તામાં યોજાશે. પ્લેઓફ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

 


મુંબઇ ઇન્ડિયન્સ ટીમનું સુકાની પદ રોહિત શર્મા સંભાળી રહ્યા છે, આ સિવાય કિવન્ટન ડિ કોસ વિકેટકીપર, રદરફોર્ડ, સુર્યકુમાર યાદવ, ક્રિલ લિન, હાર્દિક પંડા, કુણાલ પંડા, કાયરન પોલાર્ડ, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંહ, સૌરભ તિવારી, ઇશાન કિશન, અનુકૂલ રોય, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, રાહત્પલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, મોહસિન ખાન, પ્રિન્સ બલંવત રાય સિંહ, દિગ્વિજય દેશમુખ, જયતં યાદવ, નાથન કૂલ્ટર નાઇલ, જેમ્સ પૈન્ટિસનનો સમાવેશ થાય છે.

 


બીજી તરફ રોયલ ચેલેન્જર બેંગલોરની ટીમનું સુકાની પદ વિરાટ કોહલી સંભાળી રહ્યા છે. આ ટીમમાં એબી ડિવિલિયર્સ, દેવદત્ત પડિક્કલ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, કેન રિચર્ડસન, વોશિંગટન સુંદર, પવન દેશપાંડે, ફિન એલેન, શાહબાજ એહમદ, નવદીપ સૈની, એડમ જપ્પા, ફાઇલ જૈમિસન, ગ્લેન મેકસવેલ, રજત પાટીદાર, સચિન બેબી, મોહમ્મદ અજહદ્દીન, ડેનિયલ ક્રિશ્વિયન, કેએસ ભરત, સુયશ પ્રભુદેસાઇ, ડેનિયલ સેમ્સ અને હર્ષદ પટેલ સામેલ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS