ટીમ ઇન્ડિયા ફરી કરશે ઇંગ્લેન્ડની મુસાફરી, વન ડે અને T 20 સિરીઝનું શેડ્યુલ થયું જાહેર  

  • September 08, 2021 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ પછી તેને IPL અને T20 વર્લ્ડ કપ રમવાનો છે. પરંતુ આવતા વર્ષે ટીમ જુલાઈમાં ફરી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ દરમિયાન તેણે ત્રણ ટી 20 અને ત્રણ વનડે રમવાની છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડએ આ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. હાલની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે. આ સિરીઝનો આગળનો મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં રમાવાનો છે. ઇન્ડિયાએ 2007 પછી ઇંગ્લેન્ડમાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી. 

 

એક રિપોર્ટ મુજબ આ સિરીઝ 1 જુલાઈથી શરૂ થશે. પ્રથમ ટી 20 મેચ 1 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે. બીજી ટી 20 નોટિંધમમાં 3 જુલાઈએ જ્યારે છેલ્લી ટી 20 મેચ 6 જુલાઈએ સાઉધમ્પ્ટનમાં યોજાશે. આ પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. પ્રથમ વનડે 9 જુલાઈએ બર્મિંધમમાં, બીજી વનડે 12 જુલાઈએ ઓવલમાં અને ત્રીજી વનડે 14 જુલાઈએ લોર્ડ્સ ખાતે યોજાવાની છે. 

 

ઇંગ્લેન્ડમાં 3 T 20 સિરીઝ 

 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી 3, T 20 શ્રેણી રમાઈ છે. ઇંગ્લેન્ડ 2 માં જીત્યું છે જ્યારે ટીમ ઇન્ડિયાએ એક શ્રેણીમાં જીત મેળવી છે. 2011 અને 2014માં ટી -20 સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમ શ્રેણી જીતવામાં સફળ રહી હતી. 2018માં રમાયેલી 3 મેચની શ્રેણી ટીમ ઇન્ડિયાએ 2-1થી જીતી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS