RCB ટીમ માટે બીજો મોટો ઝટકો, ડૈનિયલ સૈમ્સ કોરોના પોઝિટિવ

  • April 07, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આઈપીએલની શરુઆત પહેલા રોયલ ચેલેંજર્સ બેંગલોરને વધુ એક ઝટકો મળ્યો છે. આરસીબીના ખેલાડી ડૈનિયલ સૈમ્સ કોરોના સંક્રમિત થયો છે. આ ટીમના ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત બાદ ડૈનિયલ બીજા ખેલાડી છે જેને કોરોના થયો છે. 

 

 

કોરોના સંક્રમિત થયા બાદ તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. જ્યારે તે હોટલ પહોંચ્યો હતો ત્યારે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ડૈનિયલ સૈમ્સ કોરોના સંક્રમિત હોવાની જાણકારી આરસીબીએ પોતાના આધિકારિક ટ્વીટર હૈંડલથી આપી છે. આ પહેલા  જ્યારે તે હોટલ પહોંચ્યો હતો ત્યારે તેનો ટેસ્ટ કરાયો હતો તે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ થયેલો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

 

 

આરબીસી માટે આ મોટો ઝટકો માનવામાં આવે છે. કારણ કે સૈમ્સ હવે શરુઆતી મેચમાં રમી શકશે નહીં. ડૈનિયલ સેમ્સ ઓસ્ટ્રેલિયા તરફથી ચાર ટી20 મેચ રમી ચુક્યો છે. આ અગાઉ તે દિલ્હી કૈપિટલ્સ માટે ત્રણ આઈપીએલ મેચ રમી ચુક્યો છે. આ વર્ષે દિલ્હીએ સૈમ્સને રિલીઝ કર્યો હતો. ત્યારબાદ તેને આરસીબીએ ઓક્શનમાં ખરીદ્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS