વેકિસનના ટોકન ૧૦૦માં વેચનાર સિકયુરિટી ગાર્ડ સામે ગુનો નોંધાયો

  • May 15, 2021 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ટોકન વેચાતા હોવાનું કૌભાંડ સામે આવ્યા બાદ મેડિકલ ઓફિસરે ફરિયાદ નોંધાવી

 


કોરોનાની વેકસિન માટે આરોગ્ય કેન્દ્રમાં વિના મૂલ્યે અપાતા ટોકનના કાળાબજાર થઇ રહ્યાના કૌભાંડમાં મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે પોલીસે પૈસા લઇને ટોકનનું વેચાણ કરતા સિકયોરીટી ગાર્ડની ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.

 


આ ફરિયાદની જાણવા મળતી વિગતો મુજબ, ડોકટર ભાવિનકુમાર રતીલાલ મહેતાએ આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાઇવેટ સિકયોરીટી એજન્સીના ગાર્ડ યુનુસ ઇસ્માઇલભાઇ સુમરા (રહે, વૃંદાવન સોસાયટી નજીક ચાર માળીયા કવાર્ટર, કાલાવડ રોડ, રાજકોટ) વિધ્ધ માલવીયાનગર પોલીસ મથકમાં આઇપીસીની કલમ ૪૦૬, ૪૦૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૩ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

 


ફરિયાદમાં જણાવ્યા મુજબ, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૫ વર્ષથી ઉપરની ઉમરના નાગરિકો તેમજ ફ્રન્ટ લાઇન વર્કર, હેલ્થ વર્કર કે જેમણે વેકસીનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમને ઉપરોકત આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણની કામગીરી ચાલુ છે. વ્યવસ્થાના ભાગ પે વેકસીન માટે દરરોજ સવારે ૩૦૦ ટોકન વહેલા તે પહેલાંના ધોરણે વિનામૂલ્યે આપવામાં આવે છે. આ કામગીરી પ્રાઇવેટ સિકયોરીટીના ગાર્ડ યુનુસ સુમરા કરતા હતા અને તેમની સાથે ડોકટર ગૌરાંગ બગથરીયા રહેતા.

 

 

નંબર વાળા ટોકનની પાછળ ડોકટરની સહિ કરવામાં આવતી હતી. જો કે, સિકયોરીટી ગાર્ડ યુનુસ સુમરાએ ૧૩ મેના રોજ વેકસીનેશનના ટોકનની વહેચણીના સમયગાળા દરમિયાન બે ટોકન યેન કેન પ્રકારે પોતાની પાસે રાખી લીધા હતા. તેમજ વિના મૂલ્યે આપવાના બન્ને ટોકન . ૧૦૦ લેખે વેચાણ કરીને આર્થિક લાભ મેળવી વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી. ડોકટરની ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી સિકયોરીટી ગાર્ડને અટકાયતમાં લઇ આગળની તપાસ શ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application