ભારતના અર્થતત્રં પર સંકટના વાદળો: મૂડીઝ

  • June 03, 2021 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની ઈકોનોમી પર આવશે મોટું સંકટ? મૂડીઝે કરી ચિંતાજનક વાત
મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસનું માનવું છે કે, પહેલેથી જ દબાણમાં ચાલી રહેલી સરકારની નાણાકીય સ્થિત વધુ બગડી શકે છેમૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતને લઈનેએક રિપોર્ટ રિલીઝ કર્યેા છે. તેમાં કહેવાયું છે કે, કોરોનાની બીજી લહેરને પગલે ઈકોનોમિક રિકવરીને ઝટકો લાગશે, સરકારની ફાઈનાન્સિયલ હેલ્થમાં ઘટાડો થશે અને દેશનું ફાઈનાન્સિયલ સેકટર માટે જોખમ વધી જશે. દેશના નાણાકીય સેકટર અંતર્ગત બેંક અને એનબીએફસી જેવી સંસ્થાઓ આવે છે, જે ઉધોગ, વેપાર અન આમ આદમીની લોનની જરિયાતોને પૂરી કરે છે.

 


લગભગ એક વર્ષ પહેલા મૂડીઝે ભારતનું સોવરેન રેટિંગને નેગેટિવ આઉટલુકની સાથે ઘટાડી બીએએ૩ કરી દીધું હતું. ભારતના રેટિંગમાં વધુ ઘટાડો થવાથી અર્થવ્યવસ્થા માટે સંકટ વધી જશે. જાણકારોનું માનવું છે કે, તેનાથી ભારતમાં આવનારા વિદેશી રોકાણ પર ખરાબ અસર પડશે. સંસ્થાગત રોકાણકારો સોવરેન રેટિંગના આધાર પર રોકાણનો નિર્ણય લે છે. સોવરેન રેટિંગ ઘટવાથી તેઓ પોતાનું રોકાણ પાછું ખેચંવાનું પસદં કરે છે.

 


કોરોનાની બીજી લહેરની આર્થિક ગતિવિધિઓ પર મોટી અસર પડે છે. અલગ–અલગ રાયોમાં લોકડાઉનને પગલે આર્થિક ગતિવિધિઓ લગભગ ઠપ રહી છે. તેનાથી સરકારની રેવન્યુમાં મોટો ઘટાડો આવવાની આશંકા છે. બીજી તરફ, કોરોનાની બીજી લહેરને કાબુમાં કરવા માટે સરકારને આરોગ્ય સુવિધાઓ પર ખર્ચ વધારવો પડો છે. તેનાથી આરોગ્ય પર થતો ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૧–૨૨ના બજેટમાં નક્કી કરાયેલી રકમથી વધુ રહેશે.

 


નાણાકીય સેકટર માટે જોખમ વધવું અર્થવ્યવસ્થા માટે સારો સંકેત નથી. નાણાકીય સેકટર કોઈ પણ અર્થવ્યવસ્થાની લાઈફ લાઈન જેવું છે. નાણાકીય સેકટરમાં સંકટનો અર્થ છે અર્થવ્યવસ્થામાં લોનની ઓછી ઉપલબ્ધતા. તેની સીધી અસર આર્થિક ગ્રોથ પર પડે છે. નવા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ તરફથી લોનનો પ્રવાહ જરી છે. સંકટમાં ફસાયેલા નાણાકીય સેકટર લોન આપવાથી દૂર રહે છે. તેનાથી રોજગારીની નવી તકો ઊભી થવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. સાથે જ માંગમાં વધારો થવાની આશા ઓછી રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS