આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા વધુ 1.60 કરોડ મંજૂર

  • January 23, 2021 01:50 AM 301 views

આજી નદીમાંથી જળકુંભી (ગાંડી વેલ) દૂર કરવા માટે મહાપાલિકાએ આજે વધુ ા.1.60 કરોડના ખર્ચે વધુ એક મશીન ખરીદવાનું મંજૂર કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર કમ વહીવટદાર ઉદિત અગ્રવાલે આજે સ્થાયી સમિતિની સત્તાની રુએ બપોરે 12 કલાકે બેઠક યોજી ગાંડી વેલ દૂર કરવા માટે એકવાટીક વીડ હાર્વેસ્ટર કમ વીડ રિમૂવલ મશીન કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સાથે ખરીદ કરવાનું મંજૂર કર્યું હતું.

 

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના બેડી માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતી આજી નદીમાં ગાંડી વેલ ઉત્પન્ન થઈ છે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો જતો હોય આ માટે હાલ સુરત મહાનગરપાલિકાનું મશીન મગાવી વેલ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. દરમિયાન સુરત મહાપાલિકા જેવું જ એક મશીન રાજકોટ મહાપાલિકાએ ખરીદી લીધું છે. દરમિયાન આજે વધુ એક મશીન ખરીદવા માટેની વહીવટી પ્રક્રિયા મંજૂર કરાઈ હતી જેમાં વીડ હાર્વેસ્ટર કમ વીડ રિમૂવલ મશીનની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયામાં બે એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં અમિન ઈક્વિપમેન્ટ્સ એલએલપીએ ા.1.98 કરોડનો ભાવ ઓફર કર્યો હતો. જ્યારે લોએસ્ટવન આવેલ એજન્સી ક્લિનટેક ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડએ 1.60 કરોડનો ભાવ ઓફર કર્યો હતો. આ ભાવ ઉપરાંત ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે ક્લિનટેક ઈન્ફ્રાએ પ્રતિ દિવસની આઠ કલાકની શિફટનો ટેકસ સહિતનો ભાવ ા.16000 ઓફર કર્યો હતો જે મંજૂર કરાયો હતો. આ કામે મશીનની ખરીદી તેમજ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનું કામ ક્લિનટેક ઈન્ફ્રાને આપવા નિર્ણય કરાયો હતો. તદ્ ઉપરાંત કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન અને મેન્ટેનન્સના ભાવમાં દર વર્ષે પાંચ ટકા વધારો આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, નદીમાંથી ગાંડી વેલ દૂર કરવાનું કામ ખાસ પ્રકારનું હોય આ કામે એજન્સીને એક વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની કામગીરી સોંપવામાં આવી છે. એક વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરીની સમીક્ષા કરાશે અને યોગ્ય જણાશે તો વધુ ચાર વર્ષ માટે કામ આપવાની વિચારણા કરાશે.

ડ્રાઈવરને પ્રતિ દિવસની આઠ કલાકની એક શિફટના રૂપિયા 16000 ચૂકવાશે
રાજકોટ મહાપાલિકાએ આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા માટે મશીન ખરીદ્યું છે અને તે સાથે તેના ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ પણ જેની પાસેથી મશીન ખરીદ્યું છે તે ક્લિન્ટેક ઈન્ફ્રા પ્રા.લિ.ને આપી દીધો છે. આ એજન્સીએ ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ મેનપાવર, ડીઝલ, લોડિંગ અને અનલોડિંગ તેમજ ડિસ્પોઝલ સહિતની જવાબદારી સાથે પ્રતિ દિવસની આઠ કલાકની શિફટનો ખર્ચ ા.16000 ઓફર કર્યો છે જે ગ્રાહ્ય રાખી તેને કામ આપવા નિર્ણય લેવાયો છે. જો કે આ પંચવર્ષિય કોન્ટ્રાકટ છે આથી પ્રથમ વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરીની સમીક્ષા થશે અને ત્યારબાદ વધુ કામ સોંપવું કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. જો સળંગ 30 દિવસ સુધી કામ ચાલે તો એજન્સીને કામગીરી કરવા બદલ એક મહિનાના ા.3.80 લાખ ચૂકવવાના થાય !

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application