શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા રાત્રી કરફ્યુનો સમય વધારી રાત્રીના 8થી સવારે 6 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયેલા આ નિર્ણયની ઉંધી અસર જોવા મળી રહી છે, કારણ કે કરફ્યુ પૂર્વે 7-45થી 8 સુધી ઘરે કરફ્યુ પૂર્વે પહોંચવાની ઉતાવળને કારણે શહેરના રાજમાર્ગો ઉપર ઠેરઠેર ટ્રાફિક જામના ભયાનક દ્રશ્યો જોવા મળે છે અને જેના કારણે ચિકકાર ભીડ શહેરના માર્ગો ઉપર ઉમટી પડે છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે છે.
બજારમાં ખરીદી કરવા ગયેલા લોકો ઉપરાંત ઓફિસ બંધ કરીને ઘરે આવતા વેપારીઓ તથા નોકરી કરતા લોકો કરફ્યુ પૂર્વે પોતાના ઘરે પહોંચવાની ઉતાવળમાં હોય છે અને જેના કારણે શહેરના ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, લોધાવડ ચોક, હેમુ ગઢવી હોલ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, કેકેવી ચોક, સોરઠીયાવાડી સર્કલ, રૈયા ટેલિફોન એકસચેન્જ રોડ, રૈયા ચોકડી, માધાપર ચોકડી સહિતના શહેરના મહત્વના રાજમાર્ગો ઉપર ભારે ભીડ તણાવ વચ્ચે જોવા મળે છે. લોકો પોતાના ધંધા રોજગાર બંધ કરી પોતાના નિવાસસ્થાને પહોંચવાની ઉતાવળમાં હોય છે જેથી સરકારના આ નિર્ણયનું વેપારીઓ અને લોકોમાં ભારે અસંતોષ સાથે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ભીડના કારણે મહામારીને બ્રેક મારવાના બદલે ઉલટુ મોકળુ મેદાન આપે તેવી ભીતિ સર્જાઇ રહી છે. રાત્રે વાહન ચાલકોને અટકાવવા ચોકે ચોકે પોલીસના ધાડા હોય છે, દંડથી બચવા માટે લોકો કરફ્યુના પૂર્વે 8 વાગ્યા પહેલા ઘરે પહોંચવાની ઉતાવળમાં હોય છે અને જેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે. આ અંગે જો યોગ્ય ઉકેલ નહીં આવે તો સ્થિતિ વધુ સ્ફોટક બને તેવી દહેશત વતર્ઇિ રહી છે.
દર 15 મિનિટ સુધી શહેરના રાજમાર્ગો ઉપર સાંજે 7-30થી 8-00 વાગ્યા સુધીમાં ચિકકાર ભીડ જોવા મળે છે. આવી સ્થિતિ વચ્ચે કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારના આ નિર્ણયની ઉંધી અસર થઇ શકે તેમ છે. જો કરફ્યુના સમયને વધારવાના બદલે સરકાર વીક એન્ડ લોકડાઉનનું વિચારે તો પરિસ્થિતિ થોડી હળવી બની શકે છે.
કરફ્યુ પૂર્વે પોલીસ કાર્યવાહીથી બચવા કેટલાંક વાહન ચાલકો પૂરપાટ ઝડપે શેરી ગલીમાંથી વાહનો ચલાવે છે ત્યારે આવી શેરી ગલીમાં રમતા બાળકો ઉ5ર પણ અકસ્માતનું જોખમ વધી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા નોંધાયેલા કેસનો આંક 10000ને પાર : 110 મોત
April 18, 2021 07:38 PM28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા : જૂઓ બાબા બર્ફિલાની પ્રથમ તસ્વીર
April 18, 2021 05:58 PMઉત્તરાખંડમાં કોરોનાનો કહેર : કોરોના સેન્ટરમાંથી ભાગ્યા 20 કોરોના સંક્રમિત દર્દીઓ
April 18, 2021 04:53 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech