માસૂમ બાળકની હત્યા કરનાર ક્રૂર જનેતા અને તેનો પ્રેમી જેલહવાલે

  • April 13, 2021 04:57 AM 

ગોંડલથી મૃતદેહ બહાર કઢાયા બાદ વિશેરા લેવાયા: બન્નેેએ ફેબ્રુઆરી માસમાં જ વડીયામાં રજિસ્ટર મેરેજ કરી લીધા હતાગોંડલના યુવક સાથે એક વર્ષથી મૈત્રી કરારથી રહેતી રાજકોટની યુવતી અમીષાએ ગોંડલના પાડોશી પ્રેમીને પામવા માટે તેના પાંચ મહિનાના પુત્રને 18 ફેબ્રુઆરીએ ઝેરના બે ડોઝ આપી માસૂમ ફૂલની હત્યા બાદ બાળકના મૃતદેહને દફનાવી દીધો હતો. પુત્રની હત્યા કયર્નિા છઠ્ઠા દિવસે યુવતી પાડોશી પ્રેમી સાથે નાસી ગઇ હતી.આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.આ મામલે પોલીસે ગોંડલ સ્મશાનમાં જઈ મામલતદાર ની હાજરીમાં આ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો તેમજ આ મામલે પોલીસે બાળકની માતા અને તેના પ્રેમી બંનેની ધરપકડ કરી હતી અને આજરોજ બંને જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમજ બાળકના મૃતદેહના વિસેરા લેવામાં આવ્યા છે.

 


માસૂમ બાળકની હત્યાના આ પ્રકરણમાં આજીડેમ પોલીસે હિતેષભાઈ રણછોડભાઈ પીપળીયા (ઉ.વ. 43 રહે. માંઘાતા પાર્ક હરભોલે સોસાયટી શીવ મકાન ગોંડલ) ની ફરિયાદ પરથી ગુનો નોંધી ગોંડલમાંથી પાંચ માસના બાળક ધાર્મીકની લાશને સ્મશાન ખાતે દાટી દીધી હોઈ ગોંડલ શહેર એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ રૂબરૂમાં બાળકનો મૃતદેહ જ્યાં દફન કર્યો હતો તે જગ્યાએથી મૃતદેહ બહાર કાઢી રાજકોટ શહેર ફોરેન્સીક વિભાગ સિવિલ હોસ્પીટલ ખાતે પી.એમ. કરાવી ફરીયાદી હિતેષ રણછોડભાઈ પીપળીયાની ફરિયાદના આધારે પૂર્વ આયોજીત કાવતરું ઘડી ધાર્મીકને દૂધમાં ધઉંના ટીકડા ભેળવી પીવડાવી તેની હત્યા કરવા અંગે અમીષા અશોકભાઈ તળશીભાઈ ચાવડા (ઉ.વ. 20 રહે. હાલ માંધાતા પાર્ક હરભોલે સોસાયટી પાસે ગોંડલ જીલ્લો રાજકોટ મુળ રહે. આજીડેમ ચોકડી માંડા ડુંગર પિતૃવાટીકા સોસાયટી ભરડીયા પાસે રાજકોટ) અને તેના પ્રેમી મુન્ના રાજુભાઈ ડાભી (ઉ.વ23 રહે માંધાતા પાર્ક હરભોલે સોસાયટી પાસે ગોંડલ) ની ધરપકડ કરી હતી.

 


પોલીસે જણાવ્યું હતું કે, અમિષાને મુન્ના સાથે પ્રેમ થયા બાદ બંને ફેબ્રુઆરી માસમાં છે અમરેલીના વડીયા ની રજિસ્ટ્રાર કચેરીમાં લગ્ન પણ કરી લીધા હતા પરંતુ મુન્નાએ અમીશાના આગલા ઘરના બાળકને અપ્નાવવા માટે ઇનકાર કરી દેતા બંને મળી આ ખોફનાક કાવતરું ઘડી કાઢ્યુ હતું. અને માસૂમ બાળકની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે બાળકના મૃતદેહને વસંત માંથી બહાર કાઢયા બાદ તેના વિશે ના લીધા છે તેમજ પકડાયેલા બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના પી.આઈ વી.જે. ચાવડાની રાહબરીમાં રાઇટર જાવેદભાઈ રીઝવી તથા ટીમ તપાસ ચલાવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS