ચાર જિલ્લામાં ચક્રવાતે સર્જી તબાહી

  • May 18, 2021 11:39 AM 

ગઈકાલે દીવથી ગુજરાતમાં પ્રવેશેલા વાવાઝોડાએ સૌરાષ્ટ્ર્રના ચાર જિલ્લામાં ભારે ખાનાખરાબી સર્જી છે. ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં ફુંકાયેલા વિનાશક પવન અને ભારે વરસાદને કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયા, વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે. આવી સ્થિતિમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જતાં લોકોની હાલત વધુ કફોડી બની છે. બગસરા, ગઢડા, બોટાદ, મહત્પવા જેવા શહેરોમાં ભારે વરસાદ નોંધાયો હતો. તાઉતે વાવાઝોડાએ આખી રાત આ ચાર જિલ્લામાં તબાહી મચાવી તી. આ વાવાઝોડાની અસર રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્રારકા જેવા જિલ્લાઓમાં પણ જોવા મળી હતી અને ૧થી ૫ જેટલો વરસાદ નોંધાયો હતો. 

 


જૂનાગઢમાં આખી રાત તોફાની પવન: સિવિલ હોસ્પિટલના કાચ તૂટયા, યોગી દ્વાર પરથી સિંહની મૂર્તિ પડી

 


જુનાગઢ: તાઉ તે વાવાઝોડાની અસર રૂપે જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદ સાથે આખી રાત તોફાની પવન ફુંકાયો હતો મુકાયેલા તોફાની પવનને લઈને જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા તો જૂનાગઢની અધ્યતન સિવિલ હોસ્પિટલના કાચ પણ ધરાશાયી થયા હતા જોકે મસમોટા કાચો નીચે પડવા થી કોઈ જાનહાનિ કે નુકશાની થઇ હતી પરંતુ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં કાચના મસમોટા કડૂસલો જોવા મળી રહ્યા છ.ે શહેરના ગીરનાર રોડ થી મજેવડી તરફ જતા રસ્તા પર પાનની દુકાન પર મોટું વૃક્ષ પડી જતા દુકાનના બોર્ડ નું કડૂસલો વળી ગયો હતો વાવાઝોડાએ રાત્રે તેનું અસલ રંગ દેખાય એવું હોય તેમ શહેરમાં સુસવાટા મારતા પવનનો શહેરીજનો ના જીવ તાળવે બંધાયા હતા તો બીજી તરફ આખી રાત સૂસવાટા માર પવન ને લઇ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષો તથા હોર્ડિંગ ઓ નો કડૂસલો બોલ્યો હતો.

 


બગસરા પંથકમાં 8.5 ઈંચ વરસાદ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

 

બગસરા: બગસરા પંથકમાં નદીનાળા છલકાયા તથા છાપરા કાચા મકાનો ઉડ્યા રોડ પર પાણી વળ્યા અનેક જગ્યાએ તથા શહેરોમાં ભારે નુકસાની જોવા મળી રહી છે હજુ વાવાઝોડુ ચાલુ છે ત્યારે પરિસ્થિતિ અતિ ગંભીર અને ખરાબ જોવા મળી રહી છે બગસરાના વિસ્તારમાં ભારે નુકસાની જોવા મળી છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે અંદાજે આઠથી દસ ઈચ વરસાદ પડયો હોય તેવું જોવા મળ્યું છે.

 


ગોંડલમાં અનેક વૃક્ષો-વીજપોલ ધરાશાયી: 500થી વધુનું સ્થળાંતર

ગોંડલ: તૌકતે વાવાઝોડાની અસર રાજકોટ પંથકમાં પણ વતર્ઈિ છે. રાજકોટ પંથકના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શ છે. ગોંડલ, કોટડા સાંગાણી, શાપર-વેરાવળ, આટકોટ, જસદણ સહિતના વિસ્તરોમાં વરસાદ વરસી રહ્યો છે ભારે પવનના કારણે રાજકોટ પંથકના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ. નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા. ગોંલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાને પહોંચી વળવા વહીવટી તંત્ર ખડેપગે છે. ગોંડલ સર્કિટ હાઉસ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાય છે. વૃક્ષ ધરાશાય થતા ગોંડલ સર્કિટ હાઉવની દીવાલ પણ પડી ભાંગી વૃક્ષ ઈલેક્ટ્રિક પોલ પર પડતા વીજ પોલ પણ ધરાશાયી સમગ્ર વ્તિરમાં વીજ પુરસઠો ખોરવાયો છે. જયારે ગોંડલ બાલાશ્રમ પાસે આવેલ નદી પાસેથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.

 


ભાવનગરમાં 100 કિ.મી. ઝડપે ફુંકાતા પવન સાથે ધોધમાર વરસાદતાઉ-તે  વાવાઝોડાની અસરરૂપે ગઈ કાલે આખીરાત મેઘરાજાએ ધમાકેદાર ઈંનિંગ  ખેલી જળબંબાકાર જેવી સ્થિતિ સજીર્  દીધી હતી સમગ્ર ગોહિલવાડમાં ભારે પવન સાથે એક થી સાત ઇંચ કરતા વધુ પાણી પડ્યું હતું અને વૈશાખ માસમાં અષાઢી માહોલ સર્જાયો હતો. વાવાઝોડાની અસર રૂપે સોમવારે બપોરે ચાર વાગ્યાથી પહેલાં મહુવામાં અને ત્યારબાદ જિલ્લાના અન્ય સ્થળોએ વરસાદ શરૂ થયો હતો જે મોટાભાગના સ્થળોએ આખી રાત ચાલુ રહ્યો હતો. ગઈકાલે બપોરના ચાર વાગ્યાથી આજે મંગળવારે સવારે છ વાગ્યા સુધીમાં ઉમરાળામાં 85,  ગારિયાધારમાં 27 ઘોઘામાં 10 જેસરમાં 72, તળાજામાં 64, પાલિતાણામાં 158,  ભાવનગર શહેરમાં 71 મહુવામાં 128 વલ્લભીપુર માં 62 અને સિહોરમાં 26 મી મી વરસાદ પડ્યો હતો. અને  તેમાં વધારો થઈ  સવારે આઠ વાગ્યા સુધીમાં ઉમરાળામાં 35, ઘોઘામાં 25, જેસરમાં 78,  તળાજામાં 71, પાલિતાણામાં 173 ભાવનગરમાં 108 મહુવામાં 142, વલ્લભીપુરમાં 99 તેમજ સિહોરમાં 29 મીમીથી વધુ વરસાદ પડી ચુક્યો છે. ત્યારબાદ આજે સવારે પણ મેઘરાજાએ પોતાનું ઉગ્ર સ્વરૂપ ચાલુ રાખ્યું હતું અને સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં ઉમરાળા માં 48,  ગારીયાધારમાં 8, ઘોઘામાં 15  જેસરમાં 6 તળાજામાં 7, પાલિતણામાં 15 ભાવનગરમાં 37 મહુવામાં 14 વલ્લભીપુર માં 37  અને સિહોરમાં 3  મી મી વરસાદ ખાબક્યો છે.

 


ભાવનગરમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે અને અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદથી 7થી 3 ઈંચ પાણી ખાબકી ગયું છે. સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને અગમચેતીના ભાગ રૂપે કેટલોક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે.

 


મહુવા, ઘોઘા ઉપરાંત પાલિતાણા, ઉમરાળામાં  વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારો વાવાઝોડા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પાલિતાણાના નવાગામ બડેલી ગામે દિવાલ તૂટી પડતાં બેના મોત થયાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે જો કે સત્તાવાર સમર્થન હજુ મળ્યું નથી.

 

 


જસદણ પંથકમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ: વૃક્ષો ધરાશાયી

 


જસદણ પંથકમાં વાવાઝોડાને પગલે ગઇકાલે મોડી રાત્રે ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારે ત્રણ કલાક થી છ કલાક  દરમિયાન ભયાનક ડરામણો  પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગઈકાલ રાતથી  વહેલી સવાર દરમિયાન જસદણમાં 48 મીમી જેટલો એટલેકે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વાવાઝોડાને પગલે જસદણની ડીએસવીકે હાઈસ્કૂલનાં  બે મોટા વૃક્ષો પડી જતા  ગેસ એજન્સી પાસે રસ્તો બંધ થયો હતો. જો કે વહેલી સવારે જ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમના પ્રતાપભાઈ સોલંકી, રાજુભાઈ વાળા, અતુલભાઇ વાળા, અશોકભાઈ ભંડેરી સહિતની ટીમે ધરાશાયી થયેલા વૃક્ષોને ખસેડીને રસ્તો શરુ કર્યો હતો.આ ઉપરાંત જસદણ એસટી બસ સ્ટેશનની અંદર ગેઇટ  પાસે જ એક હોડિંગ પડી ગયું હતું. આટકોટ રોડ ઉપર અનેક જગ્યાએ દુકાનના બોર્ડ પતરા વગેરે નીચે પડી ગયા હતા. રાત્રી દરમિયાન ત્રણ વાગ્યા સુધી વીજપુરવઠો ચાલુ-બંધ ચાલુ-બંધ થતો હતો પરંતુ વહેલી સવારે 4 વાગ્યાથી વીજ પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો. જસદણ જસદણ શહેર અને તાલુકામાં જાનહાનિનો કોઈ બનાવ નથી વાજસુરપરા સહિત અનેક જગ્યાએ વૃક્ષો પડી જવા, પતરાના બોર્ડ પડી જવા, છાપરા પડી જવા જેવા બનાવો બનવા પામ્યા છે.

 

ગીરગઢડા પંથકમાં વાવાઝોડું અને વરસાદની વિનાશલીલા: મકાનોમાં નુકશાનતાઉતે વાવાઝોડું ગઈકાલે મોડીસાંજે દીવ નજીક આવી પહોંચવા સાથે ઉના-ગીરગઢડા સહિતના વિસ્તારોમાં 115ની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત વરસાદ અને તેજી ગતિમાં 7 ઇંચ વરસાદ વરસી જતાં ઉના-ગીરગઢડા પંથકમાં જબરી તારાજી સર્જાઈ હતી. આ ઉપરાંત ઉનાના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે કાંઠાળ વિસ્તારમાં દરિયાના પાણી ગામમાં ઘૂસી જવાના પણ બનાવો બન્યા હતા.

 

 

ગઈકાલે મોડીસાંજે તાઉતે વાવાઝોડું કાંઠાળ વિસ્તારમાં આવી ગયું હતું તે પૂર્વે બપોરથી જ તેજ ગતિનો પવન ફૂંકાવા લાગ્યો હતો  તેમજ વાવાઝોડાના આગમન સાથે ઉના-ગીરગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં પવન અને વરસાદે ચાર કલાક સુધી ભયાનક સ્થિતિ સર્જી હતી જેમાં માર્ગો ઉપર વૃક્ષો અને મોટા હોર્ડિંગ્સ, દુકાનના બોર્ડ વગેરે કાગળની જેમ ઉડવા લાગ્યા હતા. અનેક સ્થળે મકાનો ઉપર રાખવામાં આવેલી સોલાર સીસ્ટમો, પાણીની ટાંકી પણ પડી જવાના બનાવો બન્યા હતા. ભારે વરસાદને કારણે ઉનાના ભીમપરા, આનંદબજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા. 115ની ઝડપ્ના પવન ફૂંકાવા સાથે વરસાદને કારણે વૃક્ષો અને હોર્ડિંગ બોર્ડ પડી જવાના કારણે અનેક રસ્તાઓ બ્લોક થઈ જવા પામ્યા હતા.

 


ઉનાના કાંઠાળ વિસ્તારોમાં સૈયદ રાજપરા, સીંબર, નવા બંદર વગેરે ગામડાઓમાં દરિયાના પાણી ઘૂસી જવા પામ્યા હતા. વાવાઝોડાએ અન્ય ગ્રામ્ય પંથકમાં પણ ભયંકર સ્થિતિ સર્જી હતી. ઉના તાલુકામાંથી પસાર થતા ભાવનગર નેશનલ હાઈ-વે ઉપર પણ પુષ્કળ વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તા બ્લોક થઈ જવાથી વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી છે. ગઈકાલે સાંજથી જ વીજળી પુરવઠો ખોરવાઈ જતાં લોકો કોઈપણ જાતની સંદેશા વ્યવહાર કે ટીવી, રેડિયા વગર દેશના અન્ય ભાગોથી વિખૂટા પડી ગયા હોય એવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

 


આ લખાય છે ત્યારે પણ ઉના-ગીરગઢડાની બજારોમાં વૃક્ષોનો સોંથ બોલી ગયો હોય માર્ગો ઉપર વેરવિખેર પડેલા નજરે ચડે છે. અનેક સ્થળે રસ્તા પણ બંધ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS