મૂળમાંથી ઉખડી ગયેલા ઝાડના હેકટર દીઠ એક લાખ અને બે હેકટરની મયર્દિામાં રકમ ચુકવાશે

  • May 27, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળુ પાકમાં હેકટર દીઠ 20 હજાર રૂપિયા સહાય ચુકવવામાં આવશે: 33 ટકાથી વધુ નુકસાન માટે રાજય સરકાર દ્રારા સહાય ચુકવવામાં આવશેગુજરાત પર 220 કિ.મી.ની ઝડપે ત્રાયકેલા તૈકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠેર ઠેર થયેલા પાકના નુકસાનને લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા સહાય પેકેજ યોજના જાહેર કરવામાં આવી છે. તે પ્રમાણે બાગાયત પાકમાં જે ઝાડવાઓ જમીનમાંથી ઉખડી ગયા છે તેમાં હેકટર દીઠ એક લાખ રૂપિયા ચુકવવામાં આવશે. બે હેકટરની મયર્દિમાં રકમ ચુકવાશે. મતલબ કે એક હેકટરના એક લાખ તથા બે હેકટરના બે લાખની રકમ ચુકવવામાં આવશે. રાજય સરકાર દ્રારા ઉનાળુ તથા બાગાયતી પાક માટે 500 કરોડ રૂપિયાની સહાય પેકેજ યોજનાની  જાહેર કરવામાં આવી છે.

 


  તોઉતૈ વાવાઝોડાએ રાજયના સૈરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં થઇ હતી. તેની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ ઉનાળુ પાક તથા બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. રાજયના 86 તાલુકાઓમાં અંદાજે 2 લાખ હેકટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. ઉનાળુ પાકમાં બાજરી, તલ, મગફળી, શાકભાજી, કેળા, પપૈયા વગેરેનો સમાવેશ થાય છે.

 


જયારે બાગાયતી પાકમાં આંબા, નાળિયેરી, ચીકુ, જામફળ, લીંબુનો સમાવેશ થાય છે. તેના માટે સરકાર દ્રારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે. તે પ્રમાણે ફળફળાદિ મતલબ કે બાગાયતી પાક જેમાં આંબા, નાળિયેર સહિતના અન્ય પાકોના ઝાડ જમીનદોસ્ત થઇ ગયા છે તેમને હેકટર દીઠ એક લાખની સહાય અને બે હેકટરની મયર્દિામાં સહાય ચુકવવામાં આવશે. આ બાગાયત પાકને વુક્ષો વાવવા તથા તેના ઉછેરમાં સમય પણ લાગતો હોવાથી સરકાર દ્રારા આ રકમની સહાય ચુકવવામાં આવશે. જયારે બાગાયતી પાકમાં માત્ર ઝાડ પરથી પાક ખરી ગયા હોય તેમને પ્રતિ હેકટર દીઠ 30 હજાર રૂપિયાની સહાય અપાશે. તેની પણ મયર્દિા બે હેકટર સુધીની રહેશે.

 


33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા કિસ્સામાં સહાયની રકમ ચુકવવામાં આવશે . જયારે ઉનાળુ પાક બાજરી, મગ, અડદ, તલ, મગફળી, પપૈયા, કેળાંના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તેમને પ્રતિ હેકટર 20 હજાર રૂપિયા અને તેમને પણ બે હેકટરની મયર્દિામાં રકમ ચુકવવામાં આવશે. આ સહાય ચુકવવાના કારણે રાજય તથા કેન્દ્ર સરકાર પર 500 કરોડનો આર્થિક બોજો પડશે.

 


 આ સહાયતાનો ઉપયોગ કરીને ખેડૂતો ફરી પાછાં ઊભા થાય તેવી સરકારની ઇચ્છા છે. આવતીકાલ સુધીમાં સર્વેનું કાર્ય પૂર્ણ થઇ જશે. જેથી એક સપ્તાહમાં જ બધાંના બેંકના ખાતામાં સહાયની રકમ મોકલી આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS