દુરદર્શનને પાછળ છોડી આ ચેનલ બની નંબર વન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાઈરસના પગલે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે સમગ્ર વિશ્વ સહિત ભારત પર પણ કેટલીક વિપરિત અસર જોવા મળી છે ત્યારે આ લોકડાઉનમાં  કેટલાક ઉદ્યોગો તેમજ ઇન્ડસ્ટ્રીમાં તેજી પણ જોવા મળી છે. ખાસ કરીને ચેનલો વચ્ચેની સ્પર્ધામાં દુરદર્શનનું ટીઆરપી ઘણું બધું નીચું જોવા મળી રહ્યું હતું. પરંતુ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝના ગણિત લોકડાઉનના સમયમાં બદલાઈ ગયા છે.


કલર સ્ટાર પ્લસ, ઝી ટીવી, સોની ટીવી, સબ ટીવી આ બધી ચેનલો માં મનોરંજક કાર્યક્રમોની ભરમાર જોવા મળી રહી હતી. પરંતુ લોકડાઉનના સમયમાં આ ચેનલની ટીઆરપી ઘણી બધી ઘટી ગઈ છે. કારણકે નવા સોના શૂટિંગ થઇ રહ્યા નથી અને જૂની સિરિયલ કાસ્ટ થઈ રહી હતી એવા મા ટોપ રેટિંગ વાળી ચેનલ ગબડી અને નીચે આવી ગઈ છે. અને દૂરદર્શનની ફરીથી વર્ષો પછી નંબર વન ચેનલ બનવાનો મોકો મળ્યો.

 

જેવું રામાયણ અને મહાભારત સીરીયલ લોક ખતમ થઈ ત્યારે ટોચની પાંચ ચેનલના લિસ્ટમાં દુરદર્શન ફરીથી પાછળ રહી ગયું. છેલ્લા કેટલાક અરસાથી દંગલ ટીવી નંબર વન ચેનલ બનેલું છે, જ્યારે લોકડાઉન દરમિયાનથી ગ્રામ્ય જ નહીં શહેરી વિસ્તારમાં પણ દંગલ ના શો લોકોને ઘણા બધા પસંદ પડી રહ્યા છે.

 

શું તમે જાણો છો કે આ ચૅનલ પર ઓન એર થયેલા શો વિશે કે જેના કારણે ચેનલને ટોચનો ક્રમ પ્રાપ્ત થયો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ તમામ શો ચેનલ પર રિપીટ ટેલિકાસ્ટ માં પણ ચલાવવામાં આવી રહી છે.

 

રામાયણ

 

રામાનંદ સાગરની રામાયણ પ્રસારિત થવાનું બંધ કરવામાં આવ્યા બાદ આનંદ સાગરના નિર્દેશનમાં બનેલી રામાયણને પણ જબરદસ્ત પસંદગી પ્રાપ્ત થઈ રહી  છે, અને ટોચના પાંચ શોની યાદીમાં તેનો સમાવેશ થાય છે.

 

મહિમા શનિદેવ કી

 

આ શો ટીઆરપી રેટિંગ માં છવાયેલો છે, દયાશંકર પાંડે આ શોમાં શનિદેવ બન્યા છે, આ સીરિયલને સાગર આર્ટ દ્વારા બનાવવામાં આવી હતી, શનિદેવની મહિમા ને રજુ કરતો આ શોને દર્શકોની પસંદગી પ્રાપ્ત થઇ રહી છે.

 

બાબા એસો વર ઢૂંઢો

 

આ શો પ્રથમ વખત ૨૦૧૦માં ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ તેને સારો રિસ્પોન્સ મળ્યો હતો, અને આજે વર્ષો પછી આ શો પસંદ કરવામાં આવી રહ્યો છે જેમાં જૂહી અસલમ અને વિક્રાંત મેસી એ મુખ્ય  ભૂમિકા ભજવી છે.

 

રક્ત સંબંધ

 

દંગલ ચેનલનું અન્ય એક પ્રસારણ એટલે આ સિરિયલ, કે જે દર્શકોને ખુબ જ પસંદ પડી રહી છે, આ શોમાં શ્રુતિ ઝા, નમન શા, ધ્રુવ ભંડારી સાયની ઘોષ વગેરે મુખ્ય ભૂમિકામાં છે. બીજી બાજુએ દંગલની ખાસ બાબત એ છે કે તે નિશુલ્ક હોય ગ્રામ્ય વિસ્તારમાં આ ચેનલના શોને ઘણી પસંદગી પ્રાપ્ત થઇ રહી છે, જોકે હવે  હવે લોકડાઉન દરમિયાન અર્બન અને રૂરલ અને કેટેગરીમાં દંગલના શો ને જબરજસ્ત સફળતા મળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS