ધો.10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓ પરીક્ષા 15મી જુલાઈથી

  • June 19, 2021 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોના કહેરને કારણે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પણ તે સમયે રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે તેવું સરકારે જાહેર કર્યું હતું. તેવામાં આજે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 15 જૂલાઈના રોજ ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.

 


રાજ્ય સરકાર દ્વારા હાલમાં પરીક્ષાની તારીખ જ જાહેર કરવામાં આવી છે. અને રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાજ્યમાં એક લાખ કરતાં પણ વધારે રિપીટર્સ વિદ્યાર્થીઓ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS