આઈપીએલ 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બાયો-બબલમાં જોડાયા ડિવિલિયર્સ-કોહલી

  • April 02, 2021 10:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માહિતી આપી કે, સ્ટાર બેસ્ટમેન એબી ડિવિલિયર્સ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલાં ચેન્નઇમાં પોતાની ટીમના બાયો-બબલમાં જોડાઇ ગયો છે. આરસીબીએ ટ્વિટર પર ડિવિલિયર્સની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે,  BREAKING THE INTERNET.  સ્પેસશિપ ઉતરી ગયું છે. એબી ડિવિલિયર્સ ચેન્નઇમાં આરસીબીના બાયો-બબલમાં સામેલ થઇ ગયો છે.

 


ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધની સીરિઝમાં શાનદાન પ્રદર્શન કરનાર કેપ્ટન વિરાટ કોહલી પણ આઇપીએલ 2021 માટે ચેન્નઇ પહોંચી ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર કેપ્ટન કોહલીની તસવીર શેર કરી આ અંગે જાણકારી આપી છે. વિરાટ કોહલી ઇંગ્લેન્ડ વિરુદ્ધ બનાવવામાં આવેલા બાયો-બબલને તોડીને પોતાના ઘરે ગયો હતો. જે બાદ હવે ચેન્નઇ પહોંચતાં તેને સાત દિવસ ક્વોરન્ટાન રહેવું પડશે. બીસીસીઆઇએ એસઓપીમાં ભારત અને ઇંગ્લેન્ડના તે ખેલાડીઓને ક્વોરન્ટાઇનમાંથી છૂટ આપી હતી, જેમણે વનડે સીરિઝના બાયો બબલમાંથી સીધા તેમની આઇપીએલની ટીમના બાયો બબલમાં પ્રવેશ કર્યો હતો.

 


ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2021 માટે બનાવવામાં આવેલ બીસીસીઆઇની એસઓપી પ્રમાણે, તમામ ખેલાડીઓ, સહાયક સ્ટાફ અને મેનેજમેન્ટને બાયો-બબલમાં પ્રવેશ કરવા માટે પોતાની હોટલના રૂમમાં સાત દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. આ દરમિયાન ઘણી વખત તેમની તપાસ કરવામાં આવશે. નેગેટિવ આવતાં તેમને રૂમમાંથી બહાર નીકળવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS