ભારતમાં ઓક્સિજનની અછતને કારણે 524નાં મૃત્યુ, ગોવામાં સૌથી વધુ 83 મોત થયા

  • May 20, 2021 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં 71, મ.પ્રદેશમાં 30, દિલ્હીમાં 59 મૃત્યુ : ગુજરાતમાં પણ 16ના મૃત્યુ થયાનો દાવોઓપ્ન ડેટા પ્રોફેનલ્સ સમુદાયના અંદાજ મુજબ કોરોનાના બીજા મોજાં દરમિયાન એપ્રિલથી 16મે દરમિયાન ભારતમાં ઓક્સિજનની અછત કે તેને આપવા થયેલા ઇનકારને કારણે 524 લોકોનાં મૃત્યુ થયા હતા. ઓક્સિજનની અછતને કારણે થયેલા મૃત્યુ સંબંધી ડેટા તૈયાર કરવા ઓપ્ન ડેટા ટ્રેકરની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને ઓક્સિજનની અછતને કારણે થયેલા મૃત્યુના આંકડાને અધિકારીઓ અને સરકાર દ્વારા નકારવામાં આવે તો તે તેને પડકારવા ઓપ્ન ડેટા ટ્રેકરની શરૂઆત કરવામાં આવી હતી. ટ્રેકર જાહેરમાં ઉપલબ્ધ છે. ટ્રેકરે આપેલી માહિતી મુજબ ગોવાની પાંચ મેડિકલ કોલેજમાં ઓક્સિજનની અછતને કારણે સૌથી વધુ 83 મૃત્યુ નોંધાયા હતા.

 


કણર્ટિકમાં આ કારણસર 16મે સુધીમાં 54 મૃત્યુ નોંધાયા હતા. તેમાં ચામરાજનગર ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નોંધાયેલા 36, કાતાબુરાગી ખાતેની કેબીએન હોસ્પિટલમાં નોંધાયેલા 4 મૃત્યુ, બેંગ્લુરૂની અકર્િ હોસ્પિટલમાં નોંધાયેલા બે મૃત્યુ બેલાગવી સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા 3 તો હુબાલી ખાતે નોંધાયેલા પાંચ મૃત્યુનો પણ સમાવેશ થાય છે. અખબારી અને ન્યૂઝ મીડિયા અહેવાલો આધારે આ ડેટા તૈયાર થાય છે. આ કામ માટે સ્વૈચ્છિક રીતે તૈયારી બતાવી ચૂકેલા સ્વયંસેવકો, સંશોધકો, વકીલો, પત્રકારો , વિદ્યાર્થીની ટીમ દ્વારા આ ટ્રેકર વેબસાઇટ અપડેટ થાય છે.

 


ટ્રેકરના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ઓક્સિજન અછતને કારણે 71 મૃત્યુ, મધ્યપ્રદેશમાં 30, દિલ્હીમાં 59, ઉત્તરપ્રદેશમાં 46, આધ્રપ્રદેશમાં 52, હરિયાણામાં 22, તામિલનાડુમાં 37, ગુજરાતમાં 16, પંજાબમાં 6, જમ્મુ-કાશ્મીરમાં 4, ઉત્તરાખંડમાં 5, રાજસ્થાનમાં 9, બિહારમાં 8 મૃત્યુ ઓક્સિજનને અછતને કારણે નોંધાયા છે. આ દરમિયાન ઝારખંડમાં પાંચ, પશ્ચિમ બંગાળમાં 1 તો તેલંગણમાં 15 મૃત્યુ ઓક્સિજનની અછતને કારણે સર્જાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS