જિલ્લા પંચાયત હસ્તકની ૨૬ ખાનગી પ્રાથમિક શાળાનો વહીવટ મહાપાલિકાને સોંપવાનો નિર્ણય

  • July 29, 2021 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની એક બેઠક આજે મળી હતી અને તેમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજકોટ મહાનગરપાલિકાની હદ વધતા નવા સીમાંકન વિસ્તારની ખાનગી પ્રાથમિક શાળાઓનો વહીવટ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો નિર્ણય કરાયો છે.

 

 

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં તાજેતરમાં માધાપર, ઘટેશ્વર,મુંજકા, મોટા મોવા અને મનહરપુર–૧ ગામ ભેળવવામાં આવ્યા છે આ ગામમાં જિલ્લા પંચાયત હસ્તકની ૨૬ ખાનગી પ્રાથમિક શાળાઓ છે. તેમના વહીવટને લગતી તમામ કામગીરી હવે મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવશે એવો ઠરાવ શિક્ષણ સમિતિની આજની બેઠકમાં કરવામાં આવ્યો છે.

 


જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રીક એટેન્ડન્સ માટે ફેશન રિડરની સુવિધા ઉભી કરવા સાધનો ખરીદવા માટે શિક્ષણ સમિતિની આજની બેઠકમાં દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતના સત્તાવાળાઓએ તાજેતરમાં મંજૂર કરેલા બજેટમાં આ અંગેની કોઈ જોગવાઈ ન કરી હોવાથી દરખાસ્ત મંજૂર થઈ શકી નથી.

 


આ ઉપરાંત જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓની એટલે કે ધોરણ ૬થી ૮ અને હાઇસ્કૂલની વિધાર્થીનીઓને સેનેટરી નેપકીન આપવા અને તે અંગેની મશીનરી ખરીદવા માટે પિયા ૨૦ લાખની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ દરખાસ્તને આજે સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS