કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર અને ઝોનલ ઓફિસ બંધ કરવા નિર્ણય

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના કારણે પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ નોંધાવવાથી માંડી મોટાભાગની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે જયારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં જનસેવા કેન્દ્ર અને ઝોનલ ઓફિસોમાં દરરોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ આવતા હોવા છતાં આ કચેરીઓમાં અગમચેતીના કોઈ પગલાં લેવાયા નથી.એટલું જ નહી, મોટાભાગના કામ ધંધા અને નોકરીઓ બંધ હોવાના કારણે નવરાં પડેલા અરજદારો મોટી સંખ્યામાં પોતાના પુરવઠા વિભાગના અને આવકના દાખલા જેવા કામ પૂરા કરવા માટે ઝોનલ કચેરીઓ અને જનસેવા કેન્દ્રમાં ઊમટી રહ્યા હોવાથી અહીં ફરજ બજાવતા કર્મચારીઓ માં ફફડાટની લાગણી જન્મી છે. આ બાબતે કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી નું ધ્યાન દોરાતાં આવતીકાલથી જનસેવા કેન્દ્ર અને ઝોનલ ઓફિસમા આવતીકાલથી નવી અરજીઓ નહીં સ્વીકારવાનો નિર્ણય લેવાની સત્તાવાર જાહેરાત જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળા દ્વારા કરવામાં આવ્યો છે.


જૂની કલેકટર કચેરીમાં બેસતી પૂર્વ ઝોન મામલતદાર કચેરીમાં તો આજે સ્ટાફ અને અરજદારો વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના બનતા થોડા સમય માટે કચેરીનો દરવાજો બંધ કરી દેવાયો હતો. કચેરીમાં કામકાજ માટે આવતા અરજદારોન સેનિટાઇઝરથી હાથ ધોઈને આવવુ જોઈએ તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ તેની અમલવારી કરવાની ના અરજદારોએ પાડતા બોલાચાલી થઈ હતી. આ ઝોન કચેરી નીચે જંગલેશ્વર વિસ્તાર આવી રહ્યો છે. પૂર્વ ઝોન મામલતદાર કચેરીમાં સરકારી તરફ તંત્ર તરફથી સેનીટાઇઝરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી પરંતુ સ્ટાફે પોતાના ખર્ચે આ વ્યવસ્થા કરી છે.નવી કલેકટર કચેરીમાં થોડા સમય પહેલાં બનાવવામાં આવેલા જનસેવા કેન્દ્રમાં પણ અરજદારો ઉમટી પડતા સ્ટાફ દ્વારા આ બાબતે જિલ્લા કલેકટર રેમ્યા મોહન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી . હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નવા રેશન કાર્ડ કાઢી આપવા સિવાયની અન્ય કોઇ પ્રકારની કામગીરી ન થાય તે માટે અનુરોધ કર્યો હતો. હાલ ઝોનલ ઓફિસમાં રેશનકાર્ડમાં નામ અને સરનામાં સુધારા, કાર્ડ વિભાજનની કામગીરી માટે અને આવકના દાખલા મેળવવા માટે મોટી સંખ્યામાં અરજદાર ઉમટી રહ્યા છે .ત્યારે આ તમામ કામગીરી ઓનલાઇન ટોકન ફાળવીને કરવા અથવા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે મુલતવી રાખવાની માગણી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application