વધી રહેલા કોરોના ના કેસ ને ધ્યાનમાં રાખીને રાત્રે કર્ફ્યુની મુદત વધારવા થશે આજે નિર્ણય

  • March 15, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની મુદત આજે પુર્ણ થઈ રહી છે કોરોનાના વધતા કેસને ધ્યાન રાખીને કર્ફ્યુની મુદતમા વધારો કરવામા આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.હાલની સ્થિતિએ રાત્રિના 12 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમા છે. રાજયમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 810 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. અને 586 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત છે. ગુજરાતમાં આજે બે દર્દીઓના મોત પણ થયા છે.

 


રાજયમાં વધી રહેલા કોરોના ના કેસ ને ધ્યાનમાં રાખીને આ રાત્રી કર્ફ્યુની અવધિ વધારવામાં આવે તેવી સંભાવનાઓ છે તેની જાહેરાત આજ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળનારી કોર કમિટીની બેઠકમાં આ સંદર્ભે પરામર્શ કરવામાં આવશે.

 


રાજયમા ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં બોટાદ, ડાંગ, જામનગર અને પોરબંદર એમ કુલ 04 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 810 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 586 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફયર્િ છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.82 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,69,361 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS