5,400ના રેમડેસિવીર ઇન્જેક્શન 1700 રૂપિયામાં આપવા નિર્ણય

  • March 28, 2021 03:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા
 


શહેરમાં તહેવારના સમયે જ કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન ખૂબ જ મહત્વનું હોય છે. જોકે તેની કિંમત પણ દર્દીઓને કમર તોડવા માટે પૂરતી હોય છે. સામાન્ય રીતે એક ઈન્જેક્શન 5,400 રૂપિયામાં પડતું હોય છે અને એક દર્દીઓ માટે 6 ઈન્જેકશનનો ડોઝ લેવો ફરજિયાત હોય છે. આમાં દર્દીની આર્થિક પરિસ્થિતિ જવાબ દઈ દેતી હોય છે. તેને લઈને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમેસ્ટ્રી કાઉન્સિલ દ્વારા કોરોનાના દર્દીઓને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોરોનાના દર્દીને આ ઇંજેક્શન 5400 રૂપિયાના બદલે માત્ર 1700 રૂપિયામાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી કોરોનાએ કહેર વતર્વ્યિો છે. કોરોનાને પગલે લાદેલા લોકડાઉનને કારણે આમ પણ લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી છે. તેમાં કોરોનાના ભોગ બનતા લોકોને પરિસ્થિતિ વધુ દયનીય બનતી હોય છે. કોરોનાના દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવે છે. આ એક ઈન્જેક્શનની જ કિંમત 5,400 રૂપિયા હોય છે. જ્યારે અન્ય દવાનો ખર્ચ અલગ હોય છે.

 


કોરોનાના દર્દીને રેમડેસિવીર ઇન્જેક્શનના 6 ડોઝ આપવાના હોય છે. જેને પગલે દર્દીઓએ માત્ર ઈન્જેક્શન માટે 32,400 રૂપિયા ચૂકવવાના રહે છે. હાલની પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને રાહત આપવા માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ્રી કાઉન્સેલિંગ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે વાત કરતાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજા તથા માનદ સેક્રેટરી અનિમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને હવે રેમડેસિવીર ઇન્જેક્શન માટે માત્ર 1700 રૂપિયા જ ચૂકવવાના રહેશે. જેનો લાભ લેવા માટે શહેરનો કોઇ પણ કોરોના દર્દીએ મો. 9484634463 પર સંપર્ક કરવાનો રહેશે. આ માટે કોરોનાના દર્દીએ તેમનું આધારકાર્ડ,   ટેસ્ટ અને ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન એમ 3 વસ્તુ આપવાની રહેશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ કાઉન્સિલના નિર્ણયને પગલે દર્દીઓએ 6 ઇન્જેક્શન માટે માત્ર 10,200 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે અગાઉ દર્દીઓએ 32,400 રૂપિયાની કિંમત ચૂકવવી પડતી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS