રાજકોટમાં રથયાત્રાના રૂટ ઉપર કરફયુ લાદવા નિર્ણય

  • July 09, 2021 06:12 PM 

ભગવાનને પોલીસનું કવચ: શહેરમાં જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળશે
બે એસીપી, પાંચ પીઆઇ, ૧૬ પીએસઆઇ સહિત ૪૦૦ પોલીસ કર્મીઓનો ચાંપતા  બંદોબસ્ત વચ્ચે પ્રજા ઘરમાં રહી માત્ર દૂરથી દર્શન કરી શકશે: રથયાત્રામાં અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી,બેન્ડ વાજા જોવા કે સાંભળવા પણ  નહીં મળે

 


આગામી તા.૧૨-૦૭-૨૦૨૧ ના રોજ અષાઢીબીજના રોજ રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથ પ્રભુની રથાયાત્રાની ઉજવણી થનાર છે હાલમાં કોરોના વાયરસ સંદર્ભે સંક્રમણ ફેલાય નહીં તે માટે સરકાર દ્રારા ધાર્મિક પર્વ દરમ્યાન કોરોના વાયરસ વધુ ફેલાતો અટકે તે માટે તમામ તકેદારી ના પગલાઓ જાહેર જનતા માટે લેવામા આવેલ છે જેથી તા.૧૨-૦૭-૨૦૨૧ ના રોજ અષાઢી બીજનો ધાર્મીક પર્વ હોય જે દિવસે કોરોના વાયરસ વધુ ફેલાતો અટકે અને જાહેર જનતા સ્વસ્થ અને સુરક્ષીત રહે તેવા શુભ હેતુથી સરકાર દ્રારા અષાઢી બીજ નીમીતે રાજકોટ શહેર વિસ્તારમાં રથયાત્રા કાઢવાની શરતોને આધીન મંજુરી આપવામા આવેલ છે.

 


સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકા મુજબ રાજકોટ શહેર ખાતે ભગવાનશ્રી જય જગન્નાથજી મંદીર ખાતેથી ૧૪મી રથયાત્રા નુ આયોજન થનાર છે જે આયોજન પુર્વે ભગવાન જગન્નાથ મંદીરના મહતં ત્યાગી મનમોહન દાસ (ગુરૂ રામકિશોર દાસજી) તથા મંદીરના અન્ય ટ્રસ્ટીઓ, સંચાલકો સાથે  પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ જેમાં અગામી સમયમાં અષાઢી બીજના દિવસે નીકળનાર રથયાત્રા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ જેમાં રથયાત્રા ના આયોજકઓએ રથયાત્રા માટે ટુંકામાં ટુંકો રૂટ નકકી કરવો રથયાત્રા  શોભાયાત્રા ના નકકી કરેલ માર્ગ ઉપર મહતમ પાંચ સંખ્યાના રથવાહનો સાથે નીકળવાનુ પરંતુ અખાડા,ટ્રક,હાથી,ભજન મંડળી,બેન્ડ વિગેરે રથયાત્રા માં ભાગ લેવો નહીં રથયાત્રા દરમ્યાન યાંત્રિક વાહનો ઉપર અથવા યાંત્રિકખલાસીઓ દ્રારા ખેંચવામાં આવે છે જેથી સ્થાનીક પીરીસ્થતી અને જરીયાતને ધ્યાને રાખી રથયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવાની જેમાં કોઇ પણ સંજોગોમાં આ સંખ્યા ૬૦ થી વધુ રાખવી નહીં તેમજ રથયાત્રાશોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદીર કે ટ્રસ્ટ ના હોદેદારોસંચાલકો અને પુજા વીધીમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮ કલાક પહેલા કરાવેલ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ નેગેટીવ હશે તેઓજ રથયાત્રાશોભાયાત્રા માં સામેલ થઇ શકશે અને સામેલ થનાર તમામે કોવીડ–૧૯ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે. જોકે બન્ને ડોઝ લીધેલ હોય તે હીતાવહ રહેશે જે તમામ કોવીડ–૧૯ માર્ગદર્શીકા નુ ચુસ્ત પણે પાલન કરવાનુ રહેશે તેમજ રથયાત્રાના પ્રસ્થાન અગાઉ તથા પુરાગમન બાદ કરવામાં આવતી ધાર્મિક વિઘિમાં, રાજ્ય સરકાર દ્રારા વખતોવખત નકકી કરવામાં આવેલ સંખ્યા કરતા વધારે લોકો એકત્ર ન થાય તે અંગે આયોજકોએ કાળજી રાખવાની રહેશે તેમજ રથયાત્રા દરમ્યાન રથયાત્રામાં સામેલ રથ વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવાનુ રહેશે તેમજ કોવીડ–૧૯ ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા શોભાયાત્રા દરમ્યાન માર્ગ ઉપર પ્રસાદ વિતરણ થઇ શકશે નહીં તેમજ રથયાત્રા ના સમગ્ર રૂટ પર આગમન થી બે કલાક પહેલા અને આગમનના બે કલાક બાદ સુધી કર્ફયુ અમલમાં રહેશે તેમજ તમામે ફેસ કવર, માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સીંગનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તે તમામ મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવેલ જેમાં મંદિરના મહતં તથા અન્ય આગેવાનોઓએ તમામ માર્ગદર્શીકાનુ પાલન કરવા ખાતરી આપી સહમત દર્શાવી છે.

 

 

આટલા લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ અને વેકિસનના ડોઝ ફરજીયાત લેવાના રહેશે
રથયાત્રાશોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદીર કે ટ્રસ્ટ ના હોદેદારોસંચાલકો અને પુજા વીધીમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮ કલાક પહેલા કરાવેલ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ નેગેટીવ હશે તેઓજ રથયાત્રાશોભાયાત્રા માં સામેલ થઇ શકશે અને સામેલ થનાર તમામે કોવીડ–૧૯ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે. જોકે બન્ને ડોઝ લીધેલ હોય તે હીતાવહ રહેશે.

 

 

આ રૂટ મુજબ કરફયુની અમલવારી સાથે રથયાત્રા નીકળશે
શહેરમાં  ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી કલાક ૦૮-૦૦ વાગ્યે પ્રસ્થાન થઇ મોકાજી સર્કલ, વાછડા દાદાના મંદીર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, સયાજી હોટલ પહેલા રાજહસં પર્ટપ્લોટ બોર્ડ મારેલ શેરીમાં જમણી તરફથી ટી.આર.પી. પાર્ટીપ્લોટ ચોકથી, દિપવન પાર્ક ચોકથી, સાંઈબાબા પાર્ક મેઇન રોડથી નાનામવા રોડ તરફ સાગર મકાનથી શિવાા મકાનથી આગળ નાનામવા મેઇન રોડ થી શાસ્ત્રીનગર ગેઇટ પાસેથી અલય ટવીન ટાવરથી એકયુરેટ મોટર થી ડાબી તરફ ગોવિંદ પાર્ક શેરી નં–૧ હરીદર્શન મકાન તરફથી ગોવિંદપાર્ક શેરી નં–૨ થી ગોવિંદપાર્ક શેરી નં–૩ થી આગળ શ્રી ખોડિયાર મંદિર કૈલાશઘામ આશ્રમ નાનામવા ગામ સુધીનો ટ નક્કી કરવામાં આવેલ છે જે ટ દરમ્યાન ઉપરોકત ટમાં સવારના ૦૮૦૦ થી કલાક ૧૧૦૦ સુધી ઉપરોકત રથયાત્રાના સમગ્ર ટમાં આવતા વિસ્તારમાં કરયુ અમલમાં રહેશે આ સમયગાળા દરમ્યાન ટ વિસ્તારના વેપારીઓએ પોતાની દુકાનો ખોલવી નહીં તેમજ રૂટ વિસ્તારના રહેવાશીઓએ પોતાના ઘરની બહાર નીકળવુ નહીં કે અન્ય લોકોને પોતાના ઘરે એકઠા કરવા નહીતેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રમાં જાહેર જનતાએ ભાગ લેવાનો રહેશે નહીંજેનુ શહેરની જાહેર જનતાએ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.  તેમજ પવિત્ર અષાઢી બીજના દિવસે લોકો દ્રારા ભગવાનના દર્શન અર્થે મંદિરોમા દર્શન માટે જતા હોય છે જે સમયે તથા ભગવાનશ્રી જગન્નથાજી ની રથયાત્રાના દર્શન જે જાહેર જનતા માટે રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર ખાતે રાખવામાં આવેલ છે જે દરમ્યાન પોતાની નૈતીક ફરજ સમજી અને દર્શનાર્થીઓ એ સરકારની સુચનાઓ તથા  શહેર પોલીસ કમિશ્નર  દ્રારા બહાર પાડવામા આવેલ જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તેમજ ધાર્મીક સ્થાનો મંદિરો ના સંચાલકોએ દરેક પ્રવેશદ્રાર ઉપર ફરજીયાત હાથની સ્વચ્છતા માટે સેનેટાઇઝર અને થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ દર્શન માટે આવેલ ભકતો કે જેઓએ ચહેરાને ઢાંકેલ માસ્ક પહેરેલ હોય તેઓને જ ફરજીયાત પ્રવેશ આપવાનો રહેશે.જે દર્શનાર્થીઓ પાસે માસ્ક નહીં હોય તેઓને પોલીસ દ્રારા માસ્કનુ વીતરણ પણ કરવામાં આવશે તેમજ મંદિરમા ભીડ થાય નહીં તે માટે તબકકાવારજ મંદીરમા પ્રવેશ આપી સોશ્યલ ડીસ્ટન્સનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. દર્શનાર્થીઓ જેઓની એન્ટ્રી તથા એકઝીટ અલગ અલગ રહે તેની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ મંદિર ધાર્મીક સ્થળોએ પ્રવેશ તથા નીકાશ માટે દર્શનાર્થીઓએ સ્વયમ સીસ્ત જાળવી કતારમા રહી ઓછામા ઓછુ ૬(છ) ફુટનુ અંતર જાળવવુ તથા સંચાલકોએ તેનુ પાલન કરાવવાનુ રહેશે તમામ વ્યવસ્થા મંદીર –ધાર્મીક સંસ્થાઓના સંચાલકોએ કરવાની રહેશે અને સરકાર ના નિયમો તથા બહાર પાડવામા આવેલ જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરી અષાઢી બીજની ઉજવણી કરવા સ્વસ્થ રહી સુરક્ષીત રહેવા અપીલ કરવામા આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS