ગુજરાતની ચાલુ ભાવે માથાદીઠ આવક 216329 રૂપિયા, કૃષિ ઉત્પાદનના આંકડામાં ઘટાડો

  • March 15, 2021 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની વસતીના માત્ર 4.99 ટકા હિસ્સો ધરાવતા ગુજરાતમાં ઘરગથ્થું ઉત્પાદનનો હિસ્સો 8.11 ટકા રહ્યો છે


 

દેશની કુલ વસતીના માત્ર 4.99 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થુ ઉત્પાદનમાં 8.11 ટકાનો હિસ્સો ધરાવે છે. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.85 ટકા જેટલા હિસ્સા સાથે રાજ્ય ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાજ્યના સામાજીક આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દેશની કુલ નિકાસના 20 ટકા હિસ્સા સાથે ગુજરાત નિકાસ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે, જેમાં બંદરોની ભૂમિકા મહત્વની રહી છે.

 


અહેવાલમાં જણાવ્યા પ્રમાણે પવન ઉર્જામાં ગુજરાતનો હિસ્સો 20.15 ટકા અને દૂધ ઉત્પાદનમાં પાંચમા સ્થાને 7.7 ટકા છે. રાજ્યમાં બાળ મૃત્યુદર 2003માં 57 હતો તે ઘટીને 28 થયો છે. સ્કૂલ છોડવાનું પ્રમાણ ઘટીને 1.37 થયું છે. ગુજરાત એ ભારતના વિસ્તારના માત્ર 6 ટકા અને વસતીના પાંચ ટકા ધરાવે છે. ગુજરાત એ ભારતના જીડીપીના 8 ટકા, નિકાસના 20 ટકા અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકા હિસ્સા સાથે સફળ રહ્યું છે.

 


રાજ્યમાં એપ્રિલ 2002 થી માર્ચ 2020 દરમ્યાન 160125 કરોડ રૂપિયાનું સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) આવ્યું છે જે સમગ્ર દેશના 5.8 ટકા છે. ગુજરાત દેશમાં સૌથી વધુ સોલર રૂફટોપ પ્લાન્ટ ઉભા કરવામાં પ્રથમક્રમનું રાજ્ય બન્યું છે. ગુજરાતે નવ મહિનામાં 55630 સોલર રૂફટોપ સિસ્ટમથી 208 મેગાવોટ પ્લાન્ટ સ્થાપિત કયર્િ છે.
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના ડેશબોર્ડ પ્રમાણે 2020-21માં ગુજરાતની નિકાસ 282434 કરોડ હતી જે 2019-20માં 449990.49 કરોડ જોવા મળી હતી. કોરોના સંક્રમણના સમયમાં નિકાસને મોટી અસર થઇ છે.

 


સ્થિર ભાવે રાજ્યનું ઘરગથ્થું ઉત્પાદન 2019-20માં બજાર ભાવે 1274229 કરોડ અંદાજવામાં આવ્યું હતું જે 2018-19ના 1186379 કરોડના સુધારેલા અંદાજની સરખામણીએ 7.4 ટકાની વૃદ્ધિ દશર્વિે છે. ચાલુ ભાવે રાજ્યનું ઘરગથ્થું ઉત્પાદન બજાર ભાવે 2019-20માં 1649505 કરોડ અંદાજવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો 19.4 ટકા, દ્વિતીય ક્ષેત્રનો ફાળો 44.5 અને તૃતિય ક્ષેત્રનો ફાળો 36.1 ટકા છે.

 


બીજીતરફ રાજ્યની ચાલુ ભાવે માથાદીઠ આવક 216329 રૂપિયા અંદાજવામાં આવી છે. જો કે રાજ્યના પાક ઉત્પાદનના આંકડા નિરાશાજનક રહ્યાં છે. 2019-20 દરમ્યાન અનાજનું ઉત્પાદન 93.28 લાખ મેટ્રીકટન થયું છે જ્યારે 2020-21 દરમ્યાન અનાજનું ઉત્પાદન 88.38 લાખ મેટ્રીક ટન થયું હોવાનો અંદાજ છે જે ઘટાડો દશર્વિે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS