ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો: માત્ર છ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

  • July 22, 2021 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની હવામાન ખાતાની ધમધોકાર આગાહી વચ્ચે
કપરાડામાં ૫:૧૫ ધરમપુર અને સુબીરમાં બે ઈંચ વરસાદ

 


છેલ્લા થોડા દિવસોથી માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત થઈ ગયેલો વરસાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ પૂરેપૂરો વરસતો નથી .વરસાદ ની માત્રા અને વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આજે ગુજરાતના ૨૨૫ માંથી માત્ર છ તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા માં સવા પાંચ ઈંચ થયો છે ધરમપુરમાં અને ડાંગ જિલ્લાના સુબીરમાં બે ઈંચ પાણી પડયું છે. તાપી જિલ્લાના ડોલવણ માં એક ઈંચ વરસાદ થયો છે.

 


સ્ટેટ કંટ્રોલ મના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યના કુલ ૬૯ તાલુકાઓમાં વરસાદ થયો હોવાના વાવડ છે પરંતુ તેમાંથી ૬૩ તાલુકાઓમાં સામાન્ય ઝાપટા પડયા છે અને છ તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.

 


વરસાદનો વ્યાપ અને માત્ર ઘટી ગયા હોવા છતાં આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવાનું હવામાન ખાતાએ ચાલુ રાખ્યું છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે નવસારી વલસાડ અને દમણમાં ભારે વરસાદની શકયતા છે તો આવતીકાલે આ ત્રણ વિસ્તારો ઉપરાંત દાહોદ મહીસાગર ડાંગ તાપી અને સુરત જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ના ભાગરૂપે આગામી તારીખ ૨૫ થી વરસાદનું જોર અને વિસ્તાર વધશે અને ગુજરાતના અનેક વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્ર્રમાં જામનગર દ્રારકા કચ્છ મોરબી જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે.

 


બંગાળની ખાડીમાં લો પ્રેસર: તારીખ ૨૭ના બીજું સર્જાશે
બંગાળની ખાડીમાં નોર્થવેસ્ટ દિશામાં લો પ્રેસર સર્જાયું છે અને આ વિસ્તારમાં જ સાયકલોનિક સરકયુલેશન છવાયું હોવાના કારણે મુંબઈ કોંકણ ગોવા માં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શકયતા છે આ ઉપરાંત છત્તીસગઢ વિદર્ભ મધ્ય મહારાષ્ટ્ર્ર અને મહારાષ્ટ્ર્રના ઘાટ વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બીજુ લો પ્રેશર આગામી તારીખ ૨૭ આસપાસ બંગાળની ખાડીમાં ઉદભવે તેમ જણાઈ રહ્યું છે અને તેના કારણે નૈઋત્યના ચોમાસાને વધુ વેગ મળશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS