આત્મનિર્ભર ભારત : હવે ડિફેન્સ ફેબ્રિક નહીં આવે ચીન, તાઈવાન કે કોરિયાથી.. સૂરતમાં તૈયાર થશે સેનાના યૂનિફોર્મનું કાપડ

  • November 24, 2020 09:07 AM 2288 views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યા બાદ હવે ભારતીય સેના પણ આ મંત્રને અપનાવી ચુકી છે. આઝાદી પછી દેશની પોલીસ ફોર્સ, સેના માટે ડિફેંસ ફેબ્રિક અત્યાર સુધી ચીન, તાઈવાન અને કોરિયાથી આવતું હતું પરંતુ પહેલીવાર આ ફેબ્રિક દેશમાં જ તૈયાર થશે અને તે પણ ગુજરાતના સુરતમાં.

સૂરતની ટેક્સટાઈલ મિલને સેના માટે 10 લાખ મીટર ડિફેંસ ફેબ્રિક તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ડીઆરડીઓની માર્ગદર્શિકા અનુસાર આ ફેબ્રિક તૈયાર કરવામાં આવશે. જો કે પોલીસ ફોર્સ અને સેનાના જવાનો માટે દર વર્ષે 5 કરોડ મીટર ફેબ્રિકની જરૂર પડે છે. પરંતુ હાલ 10 લાખ મીટર ફેબ્રિકનો ઓર્ડર અપાયો છે. 

લક્ષ્મીપતિ ગૃપના એમડી સંજય સરાવગીએ આ અંગે જણાવ્યાનુસાર ડીઆરડીઓ અને સીઆઈઆઈના દક્ષિણ ગુજરાત સંગઠનના પદાધિકારીઓ અને સૂરતના કાપડના વેપારીઓ વચ્ચે સપ્ટેમ્બર માસમાં વર્ચુઅલ બેઠક થઈ હતી. જેમાં સૂરતની ટેક્સટાઈલ ઈંડસ્ટ્રીને અનુરોધ કર્યો હતો કે તે દેશની ત્રણેય સેના સહિત વિવિધ સૈન્ય દળના યૂનિફોર્ના કપડા તૈયાર કરે.  જ્યાર બાદ સૂરતથી દિવાળી પહેલા ડિફેંસ ફેબ્રિકનું સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયું હતું. જેને મંજૂરી મળ્યા બાદ હવે સૂરતમાં 5થી 7 ઉત્પાદકોની મદદથી કાપડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 

આ ઓર્ડર આગામી 2 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. સરાવગીના જણાવ્યાનુસાર આ ફેબ્રિક ડીઆરડીઓની માર્ગદર્શિકા અનુસાર અને લેબ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ સાથે અને નિષ્ણાંતોની દેખરેખમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમના માટે મોટો પડકાર એ હતો કે ડિફેન્સ ફેબ્રિકમાં હાઈ ટિનૈસિટીમાં કોઈ બાંધછોડ કરવામાં ન આવેય એટલા માટે આ ફેબ્રિક હાઈ ટિનૈસિટી યાર્નમાંથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. 

ફેબ્રિક તૈયાર કર્યા બાદ તેને પંજાબ-હરિયાણાની ગારમેંટ યૂનિટમાં મોકરવામાં આવશે અહીં પ્રોસેસિંગ કરી અને કાપડની ગુણવત્તા વધારવામાં આવશે ત્યારબાદ તેમાંથી શૂઝ, પૈરાશૂટ, યૂનિફોર્મ અને બૂલેટપ્રૂ જૈકેટ, બેગ વગેરે તૈયાર થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application