દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું એલાન, ગુજરાતમાં 2022ની વિધાનસભાની તમામ બેઠક પરથી લડશે 'આપ'

  • June 14, 2021 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય વાતાવરણમાં અત્યારથી જ ગરમાવો આવ્યો છે. રાજ્યમાં આગામી ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. કારણ કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદ ખાતેથી સત્તાવાર ઘોષણા કરી દીધી છે કે 2022ની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની 182 બેઠકો પરથી ચુંટણી લડશે. 

 

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાની સાથે તેમણે પત્રકાર પરીષદ સંબોધી હતી જેમાં તેમણે ભાજપ, કોંગ્રેસને આડે હાથ લેતા અનેક આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટીના ઉમેદવારો તમામ બેઠક પરથી ચુંટણી લડશે. 

 

આ પહેલા રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, હવે બદલાશે ગુજરાત... આ સિવાય સોમવારે સવારે પણ તેમણે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, " હું ગુજરાતના જાણીતા પત્રકાર શ્રી ઇસુદાન ગઢવિજીનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે ઇસુદાન ભાઈએ ગુજરાત માટે જે સપનું જોયું છે તે નિશ્ચિતરૂપે ગુજરાતની જનતા સાથે મળીને પૂરું કરશે. "

 

ઉલ્લેખનીય છે કે 2021માં સુરત મહાનગરપાલિકાની 120માંથી 27 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. જ્યારે હવે ફરીવાર તેઓ ગુજરાત આવ્યા અને 2022ની વિધાનસભાની ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસ માટે પડકાર ફેંક્યો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS