ગોવા જવાની બન્ને ઉપરાંત દિલ્હીની સ્પેશિયલ ટ્રેનો ફરી દોડતી કરાઈ

  • June 25, 2021 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીની બીજી લહેર ખતરનાક નિવડતા ટ્રાફિકને અભાવે બંધ કરાયેલી જુદી જુદી સ્પેશિયલ ટ્રેનો હવે મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. તેમાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડીની વિશેષ ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ટ્રેન નંબર ૦૨૯૦૮/૦૨૯૦૭ હાપા- મડગાંવ - હાપા પૈકી હાપા - મડગાંવ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન નંબર ૦૨૯૦૮ તા. ૩૦ જૂન, ૨૦૨૧ થી દર બુધવારે દોડશે અને ટ્રેન નંબર ૦૨૯૦૭ મડગાંવ - હાપા વિશેષ ટ્રેન દર શુક્રવારે દોડશે.


જ્યારે ટ્રેન નંબર ૦૯૨૬૨/૦૯૨૬૧ પોરબંદર - કોચુવેલી - પોરબંદર પૈકી વિશેષ ટ્રેન નંબર ૦૯૨૬૨ પોરબંદર - કોચુવેલી સ્પેશિયલ ટ્રેન ૧ જુલાઈથી દર ગુરુવારે ચાલશે અને ટ્રેન નંબર ૦૯૨૬૧ કોચુવેલી-પોરબંદર વિશેષ ટ્રેન ૪ જુલાઈથી દર રવિવારે દોડશે. આ ટ્રેન પેન્ટ્રી કારથી ચલાવવામાં આવશે.
આ ઉપરાંત ટ્રેન નંબર ૦૯૨૬૩/૦૯૨૬૪ પોરબંદર - દિલ્હી સરાયરોહિલા - પોરબંદર સ્પેશિયલ ટ્રેન પૈકી ટ્રેન નંબર ૦૯૨૬૩ પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ટ્રેન ૨૯ જૂનથી દર મંગળવાર અને શનિવારે અને ટ્રેન નંબર ૦૯૨૬૪ દિલ્હી સરાઈ રોહિલા - પોરબંદર વિશેષ ટ્રેન ૧લી જુલાઈથી દર સોમવાર અને ગુરુવારે ચલાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application