ડેલ્ટા પ્લસ વેરિયંટે વધારી મહારાષ્ટ્રની ચિંતા, સાત જિલ્લામાં લાગૂ કરાયા કડક પ્રતિબંધો 

  • June 25, 2021 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં વધતા કોવિડ 19ના ડેલ્ટા વેરિયંટના વધતાં સંકટને ધ્યાનમાં રાખી રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલીમાં સતર્કતાના ભાગરુપે વધારાના નિયંત્રણો જાહેર કર્યા છે. જણાવી દઈએ કે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયંટના કેસ 6 રાજ્યોમાં નોંધાયા છે. આ વેરિયંટના 40 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ વાયરસના કારણે અહીં આજે 80 વર્ષીય વૃદ્ધનું અવસાન આ વાયરસના કારણે થયું છે. ત્યારે સરકારે આ જિલ્લાઓ માટે કડક નિયમો જાહેર કર્યા છે. 

 

સ્થાનિક અધિકારીઓને સરકારે સુચના આપી છે કે આ જિલ્લાઓમાં વધુ સુરક્ષા રાખવામાં આવે. આ સાત જિલ્લામાં જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો સાંજે 4 કલાક સુધી જ ખુલ્લા રહેશે. અહીં મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર બંધ રહેશે. જ્યારે રેસ્ટોરન્ટને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવા છૂટ આપવામાં આવી છે. પરંતુ સાંજે 4 કલાક પછી માત્ર પાર્સલ અને ટેકઅવે સર્વિસ પુરી પાડવામાં આવશે. 

 

લગ્ન પ્રસંગમાં 50 લોકો અને અંતિમ સંસ્કારમાં 20 લોકો હાજર રહી શકશે. બાંધકામ ક્ષેત્ર પણ સાંજે 4 કલાક સુધી વર્કર કામ કરી શકશે. અહીં જીમ અને સલૂનને 4 વાગ્યા સુધી ખુલ્લા રાખવા છૂટ આપવામાં આવી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS